સ્કૂલ લેસનની જેમ જીવનના મની લેસન તૈયાર કરવાના રચનાત્મક ઉપાયો

07 July, 2024 02:41 PM IST  |  Mumbai | Priyanka Acharya

એક અણધારી પરિસ્થિતિ વખતે ચુકવણી કરવા માટે પૈસા ન હોવા એ અથવા ઑનલાઇન પેમેન્ટ પદ્ધતિ વાપરવામાં મૂંઝવણ અનુભવાય ત્યારે અજુગતું લાગે છે. આવા સમયે નાણાકીય તૈયારી તેમ જ ડિજિટલ સાક્ષરતાનુ મહત્ત્વ સમજાય છે.

પ્રતીકાત્મક તસવીર

સ્કૂલના છેલ્લા દિવસે નેહા અને તેના મિત્રો ક્લાસરૂમમાં બેસીને તેમણે સાથે વિતાવેલી ક્ષણોને યાદ કરતા હતા અને હવેથી તેઓ એકબીજાને યાદ કરીને કેવા મિસ કરશે એ વિશે વાતો કરતા હતા. એ દરમ્યાન ખુશીએ પ્રવેશ કર્યો. તેણે કહ્યું, ‘આજે આપણો છેલ્લો દિવસ છે એટલે હું એક સ્લૅમ બુક લાવી છું.’

મધુરાએ આશ્ચર્યથી પૂછ્યું, ‘સ્લૅમ બુક? એ વળી શું છે?

ખુશીએ કહ્યું, ‘મધુરા, સ્લૅમ બુકમાં રમૂજી સવાલો હોય છે જેના આપણે જવાબો આપીને યાદોનો સંઘરી શકીએ.’

મિત્રો, શા માટે આવી મસ્તીભરી પ્રવૃત્તિને કેવળ સ્કૂલ સુધી જ મર્યાદિત રાખવી જોઈએ? ચાલો આપણે સ્કૂલની યાદોને તાજી કરી એને નાણાકીય દૃષ્ટિકોણ આપીને ‘મની સ્લૅમ બુક’ તૈયાર કરીએ.

આપણે નાણાકીય દૃષ્ટિકોણથી રસપ્રદ સવાલો જોઈએ, જેમાં દરેક પ્રશ્નના બે ઉત્તર હશે. સામાન્ય પ્રતિભાવ અને નાણાકીય દૃષ્ટિકોણ.

પ્રશ્ન.૧ : જો તમને ત્રણ વરદાન આપવામાં આવે તો એ કયાં હશે?