આખી લાઇફ કામ કર્યા પછી પણ જો અફસોસ રહેવાનો હોય તો એ શું કામનું?

01 October, 2024 08:01 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

કરીઅરની બાબતમાં મારા જેટલા અખતરા બહુ ઓછા લોકોએ કર્યા હશે. હું સ્ટુડિયસ, ભણવામાં માર્ક પણ બહુ સારા આવે એટલે મને એમ કે મારે એવી સ્ટેબલ કરીઅર પસંદ કરવી જોઈએ જેમાં ઇન્કમ પણ સારી હોય અને હાડમારી પણ ઓછી હોય.

આરોહી પટેલ

કરીઅરની બાબતમાં મારા જેટલા અખતરા બહુ ઓછા લોકોએ કર્યા હશે. હું સ્ટુડિયસ, ભણવામાં માર્ક પણ બહુ સારા આવે એટલે મને એમ કે મારે એવી સ્ટેબલ કરીઅર પસંદ કરવી જોઈએ જેમાં ઇન્કમ પણ સારી હોય અને હાડમારી પણ ઓછી હોય. મારાં પપ્પા-મમ્મી બન્ને એન્ટરટેઇનમેન્ટ ફીલ્ડમાં એટલે ઘરમાં એ વાતાવરણ તો હતું જ અને મને એ બધું કરવામાં મજા પણ આવતી. કૉલેજ સમયે હું એવી બધી ઍક્વિટીમાં ભાગ લેતી, પણ પછી મારું ધ્યાન ફરી ભણવા પર આવી જાય. BBA કર્યા પછી મેં MBAની એન્ટ્રન્સ એક્ઝામની તૈયારી શરૂ કરી અને સાથે-સાથે ઇન્ટર્નશિપમાં મેં અલગ-અલગ મીડિયાનો એક્સ્પીરિયન્સ લેવાનું પણ ચાલુ કર્યું. રેડિયો, ન્યુઝ-ચૅનલ, પ્રિન્ટ-મીડિયાથી લઈને બધા પ્રકારનાં મીડિયાના મારા એક્સ્પીરિયન્સ દરમ્યાન મને પહેલી વાર સમજાયું કે ગમતું કામ કોને કહેવાય અને એ કામને કરીઅર તરીકે શું કામ પસંદ કરવું જોઈએ?

એક સમયે તો મને એવું પણ થતું કે ક્યાંક એવું ન બને કે મારા મનમાં આવેલો આ વિચાર ખોટો તો નથીને? મીડિયાનું ફીલ્ડ બધી રીતે મજા આપનારું છે એટલે નૅચરલી ઇન્ટર્નશિપ દરમ્યાન મજા આવી હોય એવું બની શકે, પણ હું ખોટી હતી. જો એ સમયે મેં મારી MBAની એન્ટ્રન્સ એક્ઝામ આપીને એ બાજુએ મારી કરીઅર બનાવી હોત તો એવું બન્યું હોત કે હું અત્યારે કૉર્પોરેટ સેક્ટરમાં કોઈ સિનિયર કે કી-પોઝિશન પર હોત અને કદાચ ડિસિઝન-મેકર પણ હોત, પરંતુ મને જે મજા જાતે કામ કરવામાં આવે છે એ મજા એ સિચુએશનમાં મને ન મળતી હોત. મીડિયાનું જ નહીં, કોઈ પણ ફીલ્ડ હોય, હું મારા પર્સનલ એક્સ્પીરિયન્સ પરથી એટલું સમજી કે જે તમને ગમે છે એ કરવાની જે ખુશી છે એ બીજા કોઈ ફીલ્ડમાં નથી.

સ્કૉલર હોવાનો અર્થ એવો નથી કે તમે ફરજિયાત ડૉક્ટર, આર્કિટેક્ટ કે ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ જ બનો. સ્કૉલર હોવાનો અર્થ એ છે કે તમે શાર્પ છો, તમને બધું સરળતાથી યાદ રહે છે, પણ આ જ વાતને તમે તમારા મનગમતા ફીલ્ડમાં પણ યુઝ કરીને જોઈએ એવું રિઝલ્ટ લાવી શકો છો. હું મારા તમામ ફૅન્સને કહેવા માગીશ કે લાઇફમાં ક્યારેય એવી ભૂલ ન કરતા કે તમને ન ગમતું હોય પણ સ્ટેટસ કે ઇન્કમ મળતી હોય એટલે એ ફીલ્ડ પસંદ કરી લો. પસંદ કરાયેલું એવું ફીલ્ડ તમને ક્યારેય સૅટિસ્ફૅક્શન નહીં આપે. કામ કર્યાની ખુશી પણ નહીં આપે અને ઍટ ધી એન્ડ ઑફ ઑલ થિંગ્સ, સૌથી અગત્યનું જો કંઈ હોય તો એ છે સૅટિસ્ફૅક્શન. જો આખી જિંદગી કામ કર્યા પછી પણ મનમાં અફસોસ જ રહેવાનો હોય તો સારી ઇન્કમ કે સ્ટેટસવાળી કરીઅરનો શું ફાયદો? કંઈ પણ કામ શરૂ કરતાં એક વાર બસ, એક વાર જાતને પૂછજો કે આ કામ તમને ગમે છે અને જવાબ ‘હા’ હોય તો બીજું કંઈ પણ વિચાર્યા વિના કામને અપનાવી લેજો.

aarohi patel dhollywood news columnists gujarati film gujarati community news gujarati mid-day