ગ્રીસમાં યુવાનો ડિજિટલ કરન્સીનો વપરાશ વધારવા લાગ્યા છે

18 July, 2024 08:30 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

 આઇસી૧૫ ઇન્ડેક્સમાં ત્રણ ટકાનો ઉછાળો

પ્રતીકાત્મક તસવીર

બિટકૉઇન ઈટીએફમાં રોકાણ વધતાં અને આશાવાદી વલણને પગલે વૈશ્વિક ક્રિપ્ટોકરન્સી માર્કેટમાં બુધવારે વૃદ્ધિ થઈ હતી. ૩.૦ વર્સે લૉન્ચ કરેલો વિશ્વનો સર્વપ્રથમ ક્રિપ્ટો ઇન્ડેક્સ–આઇસી૧૫ બપોરે ચાર વાગ્યે પૂરા થયેલા ચોવીસ કલાકમાં ૩.૨૧ ટકા (૨૫૯૫ પૉઇન્ટ) વધીને ૮૩,૪૦૯ પૉઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ ૮૦,૮૧૪ ખૂલીને ૮૪,૧૮૯ની ઉપલી અને ૮૦,૫૧૬ પૉઇન્ટની નીચલી સપાટીએ ગયો હતો. એક્સઆરપી ૧૨.૯૬ ટકા સાથે ટોચનો વધનાર હતો. અવાલાંશ, પૉલિગૉન અને સોલાનામાં ૪થી ૬ ટકાની રેન્જમાં વૃદ્ધિ થઈ હતી, જ્યારે ટોનકૉઇન ૧.૮૯ ટકા સાથે ટોચનો ઘટનાર હતો.

દરમ્યાન ગ્રીસમાં યુવાનો ડિજિટલ કરન્સીનો વપરાશ વધારવા લાગ્યા છે. આવામાં ક્રિપ્ટો માટે નિયમનકારી અને કરવેરાને લગતી પારદર્શક વ્યવસ્થા કરવા માટેની ભલામણોનો અમલ કરવા સમિતિની રચના કરવામાં આવી છે. બીજી બાજુ, આફ્રિકામાં બ્લૉકચેઇન ક્ષેત્રે ફ​ન્ડિંગ વધી રહ્યું છે. 

business news crypto currency bitcoin