વર્લ્ડ બૅન્કે ભારતના જીડીપી ગ્રોથનો અંદાજ ઘટાડીને ૬.૫ ટકા મૂક્યો

07 October, 2022 05:14 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

અગાઉ બૅન્કે ૭.૫ ટકાનો અંદાજ મૂક્યો હતો, વૈશ્વિક મંદીની અસરે ઘટાડો

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય : આઇસ્ટૉક)

વર્લ્ડ બૅન્કે ગુરુવારે બગડતા આંતરરાષ્ટ્રીય વાતાવરણને ટાંકીને નાણાકીય વર્ષ ૨૦૨૨-’૨૩ માટે ભારતીય અર્થવ્યવસ્થા માટે ૬.૫ ટકાના વૃદ્ધિ દરનો અંદાજ મૂક્યો હતો, જે એના અગાઉના જૂન ૨૦૨૨ના અંદાજ કરતાં એક ટકાનો ઘટાડો છે.

ઇન્ટરનૅશનલ મૉનેટરી ફન્ડ અને વર્લ્ડ બૅન્કની વાર્ષિક બેઠક પહેલાં બહાર પાડવામાં આવેલા એના તાજેતરના સાઉથ એશિયા ઇકૉનૉમિક ફોકસમાં બૅન્કે જોકે નોંધ્યું છે કે ભારત બાકીના વિશ્વ કરતાં વધુ મજબૂત થઈ રહ્યું છે.

અગાઉના વર્ષમાં ભારતીય અર્થતંત્રમાં ૮.૭ ટકાનો વધારો થયો હતો. ભારતીય અર્થવ્યવસ્થાએ દક્ષિણ એશિયાના અન્ય દેશોની તુલનામાં સારું પ્રદર્શન કર્યું છે, પ્રમાણમાં મજબૂત વૃદ્ધિ પ્રદર્શન સાથે. કોવિડના પ્રથમ તબક્કા દરમ્યાન તીવ્ર સંકોચનથી પાછા ફર્યા છે એમ દક્ષિણ એશિયા માટે વિશ્વ બૅન્કના મુખ્ય અર્થશાસ્ત્રી હંસ ટિમરે જણાવ્યું હતું.

ડબ્લ્યુટીઓએ વૈશ્વિક ટ્રેડનો અંદાજ એક ટકો ઘટાડ્યો

ડબ્લ્યુટીઓની આગાહી મુજબ વૈશ્વિક અનિશ્ચિતતાઓને કારણે ૨૦૨૩માં વૈશ્વિક ટ્રેડમાં વૃદ્ધિ ધીમી પડીને એક ટકો થવાની ધારણા છે. વર્લ્ડ ટ્રેડ ઑર્ગેનાઇઝેશન (ડબ્લ્યુટીઓ)એ પણ આ વર્ષે વૈશ્વિક વેપારમાં ૩.૫ ટકા વૃદ્ધિનો અંદાજ મૂક્યો છે, જે એપ્રિલના ત્રણ ટકાના અંદાજની સામે નીચો છે.

મલ્ટિ-લેટરલ બોડીએ એક નિવેદનમાં જણાવ્યું છે કે ૨૦૨૨ના બીજા છમાસિક ગાળામાં વિશ્વ વેપાર વેગ ગુમાવશે અને ૨૦૨૩માં ધીમો રહેશે, કારણ કે વૈશ્વિક અર્થતંત્ર પર અનેક પ્રતિકૂળ કારણોની અસર જોવા મળશે.

સંસ્થાના અર્થશાસ્ત્રીઓ હવે આગાહી કરે છે કે વૈશ્વિક મર્ચન્ડાઇઝ ટ્રેડ વૉલ્યુમ ૨૦૨૨માં ૩.૫ ટકા વધશે, જે એપ્રિલમાં ત્રણ ટકાના અનુમાન કરતાં થોડું નીચું છે. આગામી વર્ષનો અંદાજ અગાઉ ૩.૪ ટકાના ઘટાડા સામે હવે એક ટકો વધારો થવાનો અંદાજ મૂક્યો છે.

business news indian economy gdp world bank