વર્લ્ડ બૅન્કે ભારતનો જીડીપી ગ્રોથનો અંદાજ ૦.૩ ટકા ઘટાડ્યો

05 April, 2023 04:04 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

વધતા ઉધાર ખર્ચ અને ધીમી આવકવૃદ્ધિ ખાનગી વપરાશ વૃદ્ધિ પર ભાર મૂકે છે અને કોરોનાના રોગચાળાને કારણે નાણાકીય સહાયનાં પગલાં જાહેર કર્યાં હતાં,

પ્રતિકાત્મક ફાઇલ તસવીર

નાણાકીય વર્ષ ૨૦૨૪માં વપરાશમાં મધ્યસ્થતાને કારણે ભારતનો જીડીપી ૬.૬ ટકાના અગાઉના અંદાજ સામે ૬.૩ ટકા સુધી ઘટવાની ધારણા છે, એમ વર્લ્ડ બૅન્કે મંગળવારે એક અહેવાલમાં જણાવ્યું હતું.

વર્લ્ડ બૅન્કે એના ઇન્ડિયા ડેવલપમેન્ટ અપડેટમાં જણાવ્યું હતું કે વપરાશમાં ધીમી વૃદ્ધિ અને પડકારજનક બાહ્ય પરિસ્થિતિને કારણે વૃદ્ધિ અવરોધાય એવી શક્યતા છે. વધતા ઉધાર ખર્ચ અને ધીમી આવકવૃદ્ધિ ખાનગી વપરાશ વૃદ્ધિ પર ભાર મૂકે છે અને કોરોનાના રોગચાળાને કારણે નાણાકીય સહાયનાં પગલાં જાહેર કર્યાં હતાં, જે હવે પાછાં ખેંચવાને કારણે સરકારી વપરાશ ધીમી ગતિએ વધવાનો અંદાજ છે એમ જણાવ્યું હતું.

રિપોર્ટમાં ચાલુ ખાતાની ખાધ ૨૦૨૪માં મધ્યમથી ૨.૧ ટકા રહેવાનો અંદાજ છે, જે ચાલુ નાણાકીય વર્ષમાં ત્રણ ટકા હતી. ફુગાવાના સંદર્ભમાં, વર્લ્ડ બૅન્કના અહેવાલમાં એ ચાલુ નાણાકીય વર્ષમાં ૬.૬ ટકા સામે ૫.૨ ટકા રહેવાની અપેક્ષા છે.

business news gdp indian economy