18 September, 2019 08:30 PM IST | Mumbai
Mumbai : અલીબાબા ગ્રુપના ફાઉન્ડર જેક મા પ્રમાણે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની મદદથી લોકોને એક અઠવાડિયાંમાં 12 કલાક કામ કરવાનું શીખવું જોઈએ. ટેક્નોલોજીની મદદથી અઠવાડિયાંમાં માત્ર 3 દિવસ અને 4 કલાક કામ કરવું શક્ય છે. આ વાત જેકે શાંઘાઈમાં યોજાયેલ વર્લ્ડ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના કોન્ફરન્સમાં કહી હત. આની પહેલાં જેકે એપ્રિલ મહિનામાં રોજ 12 કલાક અને 6 દિવસ કામ કરવાની વાત કહી હતી.
ઇલેક્ટ્રિસિટીનું ઉદાહરણ આપ્યું
જેક માએ વીજળીનું ઉદાહરણ આપીને સમજાયું કે, ટેક્નોલોજીના વિકાસથી નવરાશનો સમય મળી શકે છે. માએ કહ્યું, વીજળીને લીધે લોકોને વધારે સમય મળી શકે છે. તેઓ સાંજે પણ મ્યુઝિક કે ડાન્સ પાર્ટીમાં જઈ શકે છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સને કારણે લોકો મનોરંજન પાછળ સમય પસાર કરી શકશે.
ભવિષ્ય મુશ્કેલીમાં મુકાઈ શકે છે
વધુમાં તેમણે કહ્યું કે,આવનારા 10-20 વર્ષમાં દરેક વ્યક્તિ, દેશ અને સરકારે શિક્ષાની વ્યવસ્થામાં સુધારો લાવવા પર ધ્યાન આપવું જોઈએ. હાલની શિક્ષા પ્રણાલીમાં કોઈ ફેરફાર નહિ કરીએ તો ભવિષ્યમાં આપણે મુશ્કેલીમાં મુકાઈ શકીએ છીએ.
એજ્યુકેશન સિસ્ટમ બદલવાની જરુરુ છે
જેક માએ જણાવ્યું કે, હું નોકરીને લઈને ચિંતિત નથી. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સને કારણે લોકોની નોકરી નહીં છીનવાઈ જાય પણ તેમની મદદ થશે. કમ્પ્યુટરમાં માત્ર ચીપ હોય છે, માણસ પાસે તો દિલ હોય છે. અને બુદ્ધિ દિલથી આવે છે. હાલની એજ્યુકેશન સિસ્ટમ જૂની થઈ ગઈ છે. કોન્ફરન્સમાં જેક માની સાથે ટેસ્લા કંપનીના સીઈઓ એલન મસ્ક પણ હાજર હતા. તેમણે પણ જેક માની વાતનું સમર્થન કર્યું હતું.