18 November, 2022 05:02 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
કેન્દ્ર સરકારે ડીઝલની નિકાસ પરના દરમાં ઘટાડો કરીને સ્થાનિક સ્તરે ઉત્પાદિત ક્રૂડ ઑઇલ પર વિન્ડફૉલ ટૅક્સ વધાર્યો હતો.
સરકારી નોટિફિકેશનમાં જણાવવામાં આવ્યું છે કે સરકારી માલિકીની ઑઇલ ઍન્ડ નૅચરલ ગૅસ કૉર્પોરેશન (ઓએનજીસી) જેવી કંપનીઓ દ્વારા ઉત્પાદિત ક્રૂડ ઑઇલ પરનો ટૅક્સ ૧૭ નવેમ્બરથી ૯૫૦૦ રૂપિયા પ્રતિ ટનથી વધારીને ૧૦,૨૦૦ રૂપિયા પ્રતિ ટન કરવામાં આવ્યો છે.
વિન્ડફૉલ ટૅક્સના પખવાડિયાના સુધારામાં સરકારે ડીઝલની નિકાસ પરનો દર ૧૩ રૂપિયા પ્રતિ લિટરથી ઘટાડીને ૧૦.૫ રૂપિયા પ્રતિ લિટર કર્યો છે. ડીઝલ પરની વસૂલાતમાં ૧.૫૦ રૂપિયા પ્રતિ લિટર રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેસનો સમાવેશ થાય છે.
જેટ ફ્યુઅલ અથવા એટીએફ પર નિકાસકર, જે પહેલી નવેમ્બરના રોજ છેલ્લી સમીક્ષામાં પાંચ રૂપિયા પ્રતિ લિટર નક્કી કરવામાં આવ્યો હતો એમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.