13 July, 2023 03:07 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતિકાત્મક તસવીર
સ્થાનિક બજારમાં પૅસેન્જર વાહનોના જથ્થાબંધ વેચાણમાં વાર્ષિક ધોરણે બે ટકાનો વધારો થઈને જૂનમાં ૩,૨૭,૪૮૭ યુનિટ જોવા મળ્યો હતો, કારણ કે ખાસ કરીને મલ્ટિ-યુટિલિટી વાહનોની માગ મજબૂત રહી હતી, એમ ઉદ્યોગ સંસ્થા સિયામેએ જણાવ્યું હતું. ગત વર્ષે ૩,૨૦,૯૮૫ વાહનોનું વેચાણ થયું હતું.
સિયામેએ જણાવ્યું હતું કે ગયા મહિને કુલ ટૂ-વ્હીલર્સનું વેચાણ બે ટકા વધીને ૧૩,૩૦,૮૨૬ યુનિટ થયું હતું, જે એક વર્ષ અગાઉના સમયગાળામાં ૧૩,૦૮,૭૬૪ યુનિટ હતું.
કુલ થ્રી-વ્હીલર્સના જથ્થાબંધ વેચાણમાં જૂન ૨૦૨૨માં ૨૬,૭૦૧ એકમોની સરખામણીમાં જૂનમાં લગભગ બે ગણો ઉછાળો ૫૩,૦૧૯ એકમો થયો હતો.
એપ્રિલ-જૂન ક્વૉર્ટર દરમ્યાન, પૅસેન્જર વાહનોનું વેચાણ નવ ટકા વધીને ૯,૯૫,૯૭૪ યુનિટ થયું હતું, જે ગયા નાણાકીય વર્ષના સમાન સમયગાળામાં ૯,૧૦, ૪૯૫ યુનિટ હતું એમ ડેટા દર્શાવે છે.
ઑટોનું રીટેલ વેચાણ જૂનમાં ૧૦ ટકા વધ્યું
ફેડરેશન ઑફ ઑટોમોબાઇલ ડીલર્સ અસોસિએશન્સ (ફાડા) દ્વારા એકત્ર કરવામાં આવેલ રીટેલ વેચાણ ડેટા પણ જૂનમાં વિવિધ શ્રેણીઓમાં વાહનોના વધતા વેચાણને દર્શાવે છે.
ફાડા અનુસાર જૂનમાં ઑટો રીટેલ વેચાણમાં વાર્ષિક ધોરણે ૧૦ ટકાની વૃદ્ધિ જોવા મળી હતી, જેમાં ટૂ-વ્હીલર્સ, થ્રી-વ્હીલર્સ, પૅસેન્જર વાહનો, ટ્રૅક્ટર અને કમર્શિયલ વાહનો સહિત વિવિધ વાહનોની શ્રેણીઓમાં સકારાત્મક પ્રદર્શનનો સમાવેશ થાય છે.
રોહન કંવર ગુપ્તા, વાઇસ પ્રેસિડન્ટ અને સેક્ટર હેડ - કૉર્પોરેટ રેટિંગ્સ, ઇકરા લિમિટેડે જણાવ્યું હતું કે પૅસેન્જર વાહનોની માગ મજબૂત રહી છે, જે ઉદ્યોગ જથ્થામાં તંદુરસ્ત વૃદ્ધિમાં મદદ કરે છે. માગ સ્વસ્થ રહેવા છતાં વાહનની કિંમત તેમ જ ધિરાણ ખર્ચ (રેપો રેટમાં વધારાના પરિણામે) વધવાને કારણે માલિકીના ખર્ચમાં નોંધપાત્ર વધારો થયો છે.