સેલેરી છે 50 હજાર, તો જૂનું ટેક્સ સ્લેબ કે નવું? જાણો કયું છે લાભદાયક

17 January, 2023 04:29 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

બજેટનું નામ આવતા જ દેશના આમ આદમીની નજર મુખ્યત્વે ટેક્સ સ્લેબમાં થનારા ફેરફારો (Tax Slab Change) પર રહે છે. પણ શું તમને ખબર છે દેશમાં ઈનકમ ટેક્સ માટે સરકારે કેટલા સ્લેબ બનાવ્યા છે અને તેનું પ્રવાધાન શું છે? જાણો અહીં...

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય : આઇસ્ટૉક)

નાણાંકીય વર્ષ 2022-23 પૂરું થવામાં હજી વધારે સમય બચ્યો નથી. એક ફેબ્રુઆરીના 2023ના રોજ નાણાંમંત્રી નિર્મલા સીતારમણ (Nirmala Sitharaman) સંસદમાં સામાન્ય બજેટ રજૂ કરશે. લોકોને આશા છે કે આ વખતે બજેટ ટેક્સ સ્લેબ (Tax Slab)માં ફેરફાર કરવામાં આવી શકે છે. બજેટનું નામ આવતા જ દેશના આમ આદમીની નજર મુખ્યત્વે ટેક્સ સ્લેબમાં થનારા ફેરફારો (Tax Slab Change) પર રહે છે. પણ શું તમને ખબર છે દેશમાં ઈનકમ ટેક્સ માટે સરકારે કેટલા સ્લેબ બનાવ્યા છે અને તેનું પ્રવાધાન શું છે? જાણો અહીં...

ટેક્સની બે સિસ્ટમ
છેલ્લા કેટલાક બજેય સત્રમાં ટેક્સના સ્લેબમાં કોઈ મોટો ફેરફાર જોવા મળ્યો નહીં. હાલ, ટેક્સની બે પ્રણાલી હાજર છે. પહેલી પ્રણાલી જેને ઓલ્ડ ટેક્સ સ્લેબ તરીકે ઓળખવામાં આવે છે. તે વર્ષ 2020માં સરકારે ટેક્સપેયર્સને રાહત આપતા નવું ટેક્સ સ્લેબ (New Tax Slab) શરૂ કર્યું હતું. ઇનકમ ટેક્સ રિટર્ન (ITR) ભરવામાં સરળતા હોય, આને માટે નવી સિસ્ટમની શરૂઆત થઈ હતી. જો કે, સરકારે આ નવા સ્લેબ સાથે જૂનાને પણ જાળવી રાખ્યું છે.

ઓલ્ડ ટેક્સ સ્લેબ શું છે?
આમાં 5 લાખ સુધીની આવક કોઈપણ પ્રકારનું ટેક્સ જમા નથી કરવાનું હોતું. આ સિવાય સેક્શન 80સી હેઠળ 1.5 લાખ રૂપિયાના ઈન્વેસ્ટમેન્ટ પર ટેક્સ જમા કરવામાંથી છૂટ મળે છે. આ રીતે ટેક્સપેયર્સને લગભગ સાડા 6 લાખ સુધીની આવક પર ટેક્સ આપવો પડતો નથી. ઓલ્ડ ટેક્સ રેઝિમ અથવા જૂના ટેક્સ સ્લેબમાં ઈનકમ ટેક્સ રેટ મુખ્યતઃ તમારી આવક અને આવક સ્લેબ પર નિર્ભર રાખે છે.

50 હજારની સેલરી પર કેટલું ટેક્સ?
જો તમારી મંથલી સેલરી (Monthly Salary) 50 હજાર રૂપિયા છે અને આવકનું અન્ય કોઈ સ્ત્રોત નથી તો વાર્ષિક આવક (Annual Income) 6 લાખ રૂપિયા થઈ જાય છે. આ સ્થિતિમાં જ્યારે તમે જૂનું સ્ટ્રક્ચર પસંદ કરો છો તો ઈનકમ ટેક્સના સેક્શન 80સી (IT Act 80C) હેઠળ 1.5 લાખ રૂપિયા સુધીનું ડિડક્શન લાભ મળે છે. આ સિવાય સેલરીડ લોકોને 50 હજાર રૂપિયાના સ્ટાન્ડર્ડ ડિડક્શનનો લાભ મળી જાય છે.

મળે છે રિબેટ
જૂના સ્ટ્રક્ચરમાં 2.5 લાખ રૂપિયા સુધીની આવક ટેક્સફ્રી છે. ત્યાર બાદ 2.5 લાખથી પાંચ લાખની ઇનકમ પર પાંચ ટકાનું ટેક્સ લાગે છે, પણ સરકાર તરફથી 12,500 રૂપિયાનું રિબેટ મળવાથી આ પણ શૂન્ય થઈ જાય છે. આનો અર્થ એ થયો કે જૂના ટેક્સ સ્ટ્રક્ચરમાં પાંચ લાખ રૂપિયાની આવક પર તમને ટેક્સ ભરવું પડતું નથી. આયકર નિયમ સ્પષ્ટ કહે છે કે 5 લાખ રૂપિયાની કમાણી પર ટેક્સ 12,500 રૂપિયા (2.5 લાખના 5 ટકા) બને છે. આયકર સેક્શન 87એ હેઠળ 12,500 રૂપિયા મળનારા રિબેટ તમને કોઈપણ ટેક્સ નહીં આપવું પડે. 5 લાખવાળા સ્લેબમાં શૂન્ય ટેક્સનું પેમેન્ટ કરવું પડશે.

(આવક) 5,00,000- 5,00,000 (કુલ ટેક્સ ડિડક્શન)= 0 ટેક્સ

આ પણ વાંચો : મની મેનેજમેન્ટ: શું તમને ખબર છે ગોલ્ડ બેઝ SIP છે બેસ્ટ, જાણો કેમ?

નવું ટેક્સ સ્ટ્રક્ચર શું છે?
નવા ટેક્સ સ્ટ્રક્ચરમાં 2.50 લાખ રૂપિયા સુધીની વાર્ષિક આવક ટેક્સ ફ્રી છે. ત્યાર બાદ 2.5 લાખ રૂપિયા પર 5 ટકાના હિસાબે ટેક્સ લાગે છે, જે 12,500 રૂપિયા બને છે. તો, 6 લાખ રૂપિયાની વાર્ષિક સેલરી પર 23,400 રૂપિયાના ટેક્સની દેણદારી બને છે. જો આવક પાંચ લાખ રૂપિયાથી એક લાખ વધારે છે, તો એક લાખની રકમ 10 ટકાના બ્રેકેટમાં આવે છે. આથી આના પર 10 હજાર રૂપિયાનું ટેક્સ ભરવાનું આવે છે. આ સિવાય કેલ્ક્યુલેટેડ ટેક્સ પર ચાર ટકા સેસ લાગે છે. જો 12,500 રૂપિયા ટેક્સ છે તો સેસ 900 રૂપિયા થઈ જાય છે.

આ પણ વાંચો : મની મેનેજમેન્ટ: કરિઅર અને સેવિંગ બન્ને કરવું છે સાથે શરૂ, તો અપનાવો આ સલાહ

6 લાખની આવક કેવી રીતે થશે ટેક્સ ફ્રી?
તમે 80સી હેઠળ દોઢ લાખ રૂપિયા બચાવી શકો છો. આ માટે EPF, PPF, ELSS, NSCમાં ઈન્વેસ્ટ કરવાનું હોય છે. જો તમે અલગથી નેશનલ પેન્શન સિસ્ટમ (NPS)મા વાર્ષિક 50000 રૂપિયા સુધી ઈન્વેસ્ટ કરો છો, તો સેક્શન 80CCD (1B) હેઠળ તમને વધારાના 50 હજાર રૂપિયા Income Tax છૂટનો ફાયદો ઊઠાવી શકો છો. હોમ લોન (Home Loan)વાળા વધારાના 2 લાખ રૂપિયા બચાવી શકે છે.

business news income tax department nirmala sitharaman