03 March, 2023 12:54 PM IST | Mumbai | Shrikant Vaishnav
પ્રતીકાત્મક તસવીર
અર્થતંત્રની ગાડી પરિવહન ક્ષેત્રના પાટા પર ચાલે છે એમ કહીએ તો ચાલે. આ ક્ષેત્રનાં પૈડાં જો થંભી જાય તો સમગ્ર અર્થતંત્ર પર પ્રતિકૂળ અસર થાય છે. આથી જ જીએસટી કાયદો લવાયો ત્યારે ગુડ્સ ટ્રાન્સપોર્ટ એજન્સી માટે અલગથી જોગવાઈઓ કરવામાં આવી
તા. ૨૮ જૂન, ૨૦૧૭ના નોટિફિકેશન ક્રમાંક ૧૧/૨૦૧૭ સેન્ટ્રલ ટૅક્સ-રેટ મુજબ ગુડ્સ ટ્રાન્સપોર્ટ એજન્સી એટલે કોઈ વ્યક્તિ જે માર્ગ પરિવહન દ્વારા માલસામાનના પરિવહનની સેવાઓ પૂરી પાડે અને (કોઈ પણ નામે ઓળખાવવામાં આવતી) કન્સાઇનમેન્ટ નોટ ઇશ્યુ કરે.
આ વ્યાખ્યા પરથી સ્પષ્ટ થાય છે કે ગુડ્સ ટ્રાન્સપોર્ટ એજન્સી તરીકે ઓળખાવવા માટે સર્વિસ સપ્લાયરે કન્સાઇનમેન્ટ નોટ ઇશ્યુ કરવી ઘણી જરૂરી છે.
કન્સાઇનમેન્ટ નોટ
કન્સાઇનમેન્ટ નોટ ઇશ્યુ કરવામાં આવે એનો અર્થ એવો થયો કે માલસામાન પરનું લીઅન ટ્રાન્સપોર્ટર પાસે આવી જશે. હવે માલસામાન કન્સાઇનીને સલામત રીતે પહોંચે ત્યાં સુધીની જવાબદારી ટ્રાન્સપોર્ટરની થઈ જશે.
કન્સાઇનમેન્ટ નોટને અનુક્રમ આપવામાં આવ્યા હોય છે અને એમાં આ પ્રમાણેની વિગતો હોય છેઃ
કન્સાઇનરનું નામ
કન્સાઇનીનું નામ
જેમાં માલસામાન લઈ જવાનો હોય એ ગુડ્સ કૅરેજનો રજિસ્ટ્રેશન નંબર
માલસામાનની વિગતો
માલ ઊંચકવાનું સ્થળ
માલ પહોંચાડવાનું સ્થળ
જીએસટી ચૂકવવાપાત્ર વ્યક્તિ – કન્સાઇનર, કન્સાઇની અથવા જીટીએ
વર્તમાન સ્થિતિ
અત્યારે અહીં જણાવ્યા મુજબના બિઝનેસે (સર્વિસિસના પ્રાપ્તકર્તા) રિવર્સ ચાર્જ મેકૅનિઝમ પર જીએસટી ચૂકવવાનો હોય છેઃ
ફૅક્ટરીઝ ઍક્ટ, ૧૯૪૮ હેઠળ રજિસ્ટર્ડ ફૅક્ટરી
સોસાયટીઝ રજિસ્ટ્રેશન ઍક્ટ, ૧૮૬૦ હેઠળ કે અન્ય કોઈ કાયદા હેઠળ રજિસ્ટર્ડ સોસાયટી
કોઈ પણ કાયદા હેઠળ સ્થપાયેલી કો-ઑપરેટિવ સોસાયટી
જીએસટી રજિસ્ટર્ડ પર્સન
કોઈ પણ કાયદા દ્વારા અથવા એના હેઠળ સ્થપાયેલી બોડી કૉર્પોરેટ
રજિસ્ટર્ડ હોય કે ન હોય એવી ભાગીદારી પેઢી (જેમાં અસોસિયેશન ઑફ પર્સન્સ પણ આવી જાય)
કેઝ્યુઅલ ટૅક્સેબલ પર્સન
જીટીએ દ્વારા ફૉર્વર્ડ ચાર્જ મેકૅનિઝમ હેઠળ પેમેન્ટનો વિકલ્પ પસંદ કરવા માટે ઍનેક્શર-૫ ફાઇલ કરવા માટેનો જીએસટીએન સક્રિય વિકલ્પ હવે, તા. ૧૩ જુલાઈ, ૨૦૨૨ના નોટિફિકેશન ક્રમાંક ૦૩/૨૦૨૨-સેન્ટ્રલ ટૅક્સ (રેટ) મુજબ ગુડ્સ ઍન્ડ સર્વિસિસ ટૅક્સ નેટવર્કે જે ગુડ્સ ટ્રાન્સપોર્ટ એજન્સી ફૉર્વર્ડ ચાર્જ મેકૅનિઝમ હેઠળ પેમેન્ટ કરવાનો વિકલ્પ પસંદ કરવા માગતી હોય એમના માટે જીએસટી વેબસાઇટ/પોર્ટલ પર ઍનેક્શર-૫માં ડેક્લેરેશન નોંધાવવા માટેનો વિકલ્પ સક્રિય કર્યો છે.
૧) ઍનેક્શર-૫માં ડેક્લેરેશન ફાઇલ કરવાનો વિકલ્પ જીટીએએ દર વર્ષે નાણાકીય વર્ષ શરૂ થવા પહેલાં પોર્ટલ પર પસંદ કરવાનો હોય છે.
૨) આ ફંક્શનાલિટી અહીં જણાવ્યા મુજબના વિભાગમાં ઉપલબ્ધ છેઃ
Dashboard > Services > User Services > Opting Forward Charge payment by GTA (Annexure V) > Select FY & apply.
૩) વાંચકોએ ખાસ નોંધ લેવી કે એક વખત વિકલ્પ પસંદ કર્યા બાદ વર્ષ દરમ્યાન એ પાછો ખેંચી શકાતો નથી. એ ઉપરાંત, ફૉર્વર્ડ ચાર્જ બેઝિસ પર જીએસટીની ચુકવણી કરવા માટેની પસંદગીનું ડેક્લેરેશન સુપરત કરવાની છેલ્લી તારીખ નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪ માટે ૧૫ માર્ચ, ૨૦૨૩ છે.
સવાલ તમારા…
રજિસ્ટર્ડ પર્સન તરીકે જીટીએ હંમેશ માટે ઍનેક્શર-૫ નોંધાવે એ શું પૂરતું છે?
ના, જીટીએએ દરેક નાણાકીય વર્ષ શરૂ થવા પહેલાં ઍનેક્શર-૫ નોંધાવવું જરૂરી છે.