06 January, 2023 04:20 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
ફેડરેશન ઑફ ઑટોમોબાઇલ ડીલર્સ અસોસિએશન (ફાડા) એ જણાવ્યું હતું કે પૅસેન્જર વાહનો અને ટ્રૅક્ટરના રેકૉર્ડ-વેચાણને પગલે ભારતમાં એકંદરે વાહનોનું છૂટક વેચાણ ૨૦૨૨માં ૧૫.૨૮ ટકા વધીને ૨,૧૧,૨૦,૪૪૧ યુનિટ થયું હતું.
ફાડાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે ૨૦૨૧માં ભારતમાં વાહનોનું કુલ છૂટક વેચાણ ૧,૮૩,૨૧,૭૬૦ યુનિટ હતું. ગયા વર્ષે ટૂ-વ્હીલરનું છૂટક વેચાણ ૧,૫૩,૮૮,૦૬૨ યુનિટ હતું જે ૨૦૨૧ની સરખામણીએ ૧૩.૩૭ ટકાની વૃદ્ધિ દર્શાવે છે, જ્યારે વેચાણ ૧,૩૫,૭૩, ૬૮૨ યુનિટ હતું.
પૅસેન્જર વેહિકલનું છૂટક વેચાણ ૨૦૨૨માં ૩૪,૩૧,૪૯૭ યુનિટ હતું, જે ૨૦૨૧માં ૨૯,૪૯,૧૮૨ યુનિટ હતું, જે ૧૬.૩૫ ટકાનો વધારો બતાવે છે.
ફાડાના પ્રમુખ મનીષ રાજ સિંઘાનિયાએ જણાવ્યું હતું કે ‘૨૦૨૨ માટે, જ્યારે કુલ વાહનોના રીટેલમાં વાર્ષિક ધોરણે ૧૫ ટકા અને ૨૦૨૦ની સરખામણીમાં ૧૭ ટકાનો વધારો થયો હતો, એ કોરોના પહેલાં વર્ષ ૨૦૧૯ને વટાવી શક્યું નથી અને એની તુલનાએ ૧૦ ટકાનો ઘટાડો બતાવે છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે આ સમયગાળા દરમ્યાન પૅસેન્જર વેહિકલ કૅટેગરીએ આખા વર્ષ દરમ્યાન ૩૪.૩૧ લાખનું વેચાણ થયું છે અને ટેકો મળ્યો છે. આ વેચાણ અત્યાર સુધીમાં પૅસેન્જર વેહિકલ દ્વારા અત્યાર સુધીનું સૌથી વધુ રીટેલ્સ વેચાણ છે.