આખી દુનિયા પર ટૅરિફ લગાવીશું, જોઈએ શું થાય છે

03 April, 2025 06:53 AM IST  |  Washington | Gujarati Mid-day Correspondent

ડોનલ્ડ ટ્રમ્પના લેટેસ્ટ નિવેદનથી હાહાકાર

ડોનલ્ડ ટ્રમ્પ

અમેરિકન રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પ ટૅરિફ મુદ્દે સતત આક્રમક મૂડમાં છે ત્યારે હવે તેમણે વધુ એક જાહેરાત કરી હતી કે તેઓ આખી દુનિયા પર ટૅરિફ લગાવશે. પત્રકારો સાથે વાતચીત દરમ્યાન તેમણે જણાવ્યું હતું કે આવનારા દિવસોમાં અમે તમામ દેશો પર ટૅરિફ લગાવીશું.

ડોનલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે ‘અમે તમામ દેશોની સાથે શરૂઆત કરીશું, એટલા માટે જોઈએ શું થાય છે? મેં ૧૦ કે ૧૫ દેશ વિશે કોઈ વાત નથી કરી. અમે તમામ દેશો વિશે વાત કરી રહ્યા છીએ, કોઈ કટઑફ નહીં.’

ટ્રમ્પે વધુમાં કહ્યું હતું કે ‘તેમણે અમને એવી રીતે છેતર્યા છે જેવી રીતે ઇતિહાસમાં કોઈ દેશે ક્યારેય ન છેતર્યા હોય અને અમે તેમની સાથે તેમનાથી ઘણો સારો વ્યવહાર કરવા જઈ રહ્યા છીએ, પરંતુ એમ છતાં આ દેશ માટે ખૂબ મોટી રકમ છે.’

donald trump united states of america world news international news news indian economy share market stock market business news