14 November, 2024 08:41 AM IST | Mumbai | Mayur Mehta
સોના-ચાંદીની પ્રતીકાત્મક તસવીર
અમેરિકાનો ઇકૉનૉમિક ઑપ્ટિમિઝમ ઇન્ડેક્સ વધીને ૩૯ મહિનાની ઊંચાઈએ પહોંચતાં સતત ઘટતું સોનું નીચા મથાળેથી વધ્યું હતું. વળી ઇન્ફ્લેશન એક્સપેક્ટેશન ઘટીને ચાર વર્ષની
નીચી સપાટીએ પહોંચતાં ડિસેમ્બરમાં રેટ-કટના ચાન્સ થોડા વધ્યા હતા. મુંબઈ જ્વેલરી માર્કેટમાં સોનાનો ભાવ પ્રતિ ૧૦ ગ્રામ ૩૬૦ રૂપિયા અને ચાંદીનો ભાવ પ્રતિ કિલો ૧૪૯૫ રૂપિયા વધ્યો હતો.
ઇકૉનૉમિક ઇન્ડિકેટર
અમેરિકન ફેડના ડિસેમ્બર મહિનાના રેટ-કટના ચાન્સ દરરોજ સવાર પડે ત્યારે ઘટી રહ્યા હોવાથી ડૉલર ઇન્ડેક્સની મજબૂતી વધી રહી છે. બુધવારે ડૉલર ઇન્ડેક્સ વધીને છ મહિનાની ઊંચી સપાટીએ ૧૦૬ પૉઇન્ટની સપાટીને પાર કરી ગયો હતો. ડિસેમ્બરમાં રેટ-કટના ચાન્સ હવે ઘટીને ૬૦ ટકા જ રહ્યા છે જે પ્રેસિડેન્શિયલ ઇલેક્શન ૮૪.૪ ટકા હતા. યુરોપિયન સેન્ટ્રલ બૅન્ક અને બૅન્ક ઑફ ઇંગ્લૅન્ડ દ્વારા રેટ-કટ નિશ્ચિત મનાઈ રહ્યો હોવાથી યુરો અને પાઉન્ડ સામે ડૉલરની મજબૂતી સતત વધી રહી છે. ઉપરાંત જપાનનું ઇન્ફ્લેશન વધી રહ્યું હોવાતી ઇન્ફ્લેશનરી પ્રેશરને કારણે યેન ત્રણ મહિનાની નીચી સપાટીએ પહોંચતાં ડૉલરને સપોર્ટ મળ્યો હતો. ડૉલર ઇન્ડેક્સ એક સપ્તાહ પહેલાં ૧૦૪.૭૪ પૉઇન્ટ હતો. ડૉલર ઇન્ડેક્સની મજબૂતી છતાં ટ્રેઝરી બૉન્ડના યીલ્ડ ૦.૦૨ ટકા ઘટીને ૪.૪૨૮ ટકા રહ્યા હતા.
અમેરિકાનો ઇકૉનૉમિક ઑપ્ટિમિઝમ ઇન્ડેક્સ નવેમ્બરમાં ૧૩.૪ ટકા વધીને ૩૯ મહિનાની ઊંચાઈએ ૫૩.૨ પૉઇન્ટે પહોંચ્યો હતો. વળી ઇકૉનૉમિક ઑપ્ટિમિઝમ ઇન્ડેક્સ ૩૮ મહિનાથી એકધારો ઘટી રહ્યો હતો જેમાં પ્રથમ વખત પૉઝિટિવ ગ્રોથ જોવા મળ્યો હતો. અમેરિકન પબ્લિકનું પર્સનલ ફાઇનૅન્શિયલ આઉટલુકનો ઇન્ડેક્સ નવેમ્બરમાં વધીને ૬૧ પૉઇન્ટે પહોંચ્યો હતો જે ઑક્ટોબરમાં ૫૩.૬ પૉઇન્ટ હતો તેમ જ આગામી છ મહિનાનું અમેરિકાનું ઇકૉનૉમિક આઉટલુક બતાવતો ઇન્ડેક્સ પણ ૪૭.૩ પૉઇન્ટથી વધીને ૫૫.૯ પૉઇન્ટે પહોંચ્યો હતો. અમેરિકન ફેડરલ ગવર્નમેન્ટની ઇકૉનૉમિક પૉલિસી પરના કૉન્ફિડન્સને બતાવતો ઇન્ડેક્સ ૩૯.૭ પૉઇન્ટથી વધીને ૪૨.૭ પૉઇન્ટે પહોંચ્યો હતો. ઇન્વેસ્ટરો અને નૉન-ઇન્વેસ્ટરોના કૉન્ફિડન્સને બતાવતો ઇન્ડેક્સ પણ વધ્યો હતો.
અમેરિકાનું આગામી એક વર્ષનું ઇન્ફ્લેશન એક્સપેક્ટેશન ઑક્ટોબરમાં ઘટીને ચાર વર્ષની નીચી સપાટીએ ૨.૯ ટકાએ પહોંચ્યું હતું જે સપ્ટેમ્બરમાં ત્રણ ટકા હતું જ્યારે આગામી ત્રણ વર્ષનું ઇન્ફ્લેશન એક્સપેક્ટેશન ૦.૨ પૉઇન્ટ ઘટીને ૨.૫ ટકા અને પાંચ વર્ષનું ઇન્ફ્લેશન એક્સપેક્ટેશન ૦.૧ ટકા ઘટીને ૨.૮ ટકાએ પહોંચ્યું હતું.
શૉર્ટ ટર્મ – લૉન્ગ ટર્મ
અમેરિકન પ્રેસિડન્ટ ટ્રમ્પની નવી ટીમની જાહેરાત તબક્કાવાર થઈ રહી છે જેમાં સામેલ વ્યક્તિના નેચરને આધારે અમેરિકાની આગામી ઇકૉનૉમિક, ટ્રેડ અને એન્વાયર્નમેન્ટ સહિતની પૉલિસીનો ચિતાર ધીમે-ધીમે સામે આવી રહ્યો છે. એન્વાયર્નમેન્ટ પ્રોટેક્શન કમિટીના ચૅરમૅન તરીકે લી ઝેલ્દીનની નિમણૂક કરાઈ છે. ઝેલ્દીન બાયોફ્યુલ પૉલિસીના સખત વિરોધી છે. આ રીતે ટ્રમ્પની પૉલિસી ઉજાગર થઈ રહી છે. ઉપરાંત આગામી ત્રણ દિવસમાં અમેરિકાના કન્ઝ્યુમર ઇન્ફ્લેશન, પ્રોડ્યુસર્સ ઇન્ફ્લેશન, રીટેલ સેલ્સ, અનએમ્પ્લૉયમેન્ટ બેનિફિટ નંબર્સ સહિત અનેક મહત્ત્વના ડેટા જાહેર થશે. ડૉલર ઇન્ડેક્સ ઑલરેડી છ મહિનાની ઊંચાઈએ ૧૦૬ પૉઇન્ટને પાર કરી ચૂક્યો છે. આમ, તમામ ઘટનાક્રમ હાલ સોનાની તેજી માટે નેગેટિવ હોવાથી વધુ ડેટા આવ્યા બાદ સોનામાં શૉર્ટ ટર્મ અને લૉન્ગ ટર્મ ટ્રેડ માટે વ્યૂહાત્મક ઓપિનિયમ બનાવવો જોઈએ.
ભાવ તાલ
સોનું (૯૯.૯ ટચ, દસ ગ્રામ): ૭૫,૨૬૦
સોનું (૯૯.૫ ટચ, દસ ગ્રામ): ૭૪,૯૫૯
ચાંદી (.૯૯૯ ટચ, કિલોદીઠ): ૮૯,૭૪૭
(સોર્સઃઇન્ડિયન બુલિયન ઍન્ડ જ્વેલર્સ અસોસિએશન લિમિટેડ)