11 April, 2023 02:10 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
દેશમાં કોવિડ પછી હાઉસિંગના વેચાણમાં નોંધપાત્ર વૃદ્ધિ સાથે રિયલ એસ્ટેટ કન્સલ્ટન્ટ એનારોકે જણાવ્યું છે કે ૭ મોટાં શહેરોમાં વિકાસકર્તાઓ પાસે ન વેચાયેલાં ઘરો છેલ્લાં પાંચ વર્ષમાં ૧૨ ટકા ઘટ્યાં છે અને આ ઇન્વેન્ટરીઝને સાફ કરવા માટે જરૂરી સમય અડધાથી ઘટીને માત્ર ૨૦ મહિનામાં આવ્યો છે.
એનારોકે એના તાજેતરના અહેવાલમાં જણાવ્યું હતું કે ૩૧ માર્ચ, ૨૦૧૮ સુધી ૭,૧૩,૪૦૦ મકાનોમાંથી આ વર્ષે જાન્યુઆરી-માર્ચના અંતે ન વેચાયેલો હાઉસિંગ સ્ટૉક ૧૨ ટકા ઘટીને ૬,૨૬,૭૫૦ યુનિટ થયો છે.
વધુ મહત્ત્વની વાત એ છે કે એનારોકે જણાવ્યું હતું કે ઇન્વેન્ટરી ઓવરહૅન્ક (અનુમાનિત સમયે ડેવલપર્સે વર્તમાન વેચાણ વેગ પર ન વેચાયેલી ઇન્વેન્ટરીઝને સાફ કરવાની જરૂર છે) માર્ચ ૨૦૧૮ના અંતે ૪૨ મહિનાથી ઘટીને ૨૦ મહિના થઈ છે.
એનારોકના ચૅરમૅન અનુજ પુરીએ કહ્યું કે હાઉસિંગના વેચાણમાં થયેલો ઉછાળો ન વેચાયેલા શૅરો અને ઇન્વેન્ટરી ઓવરહૅન્ગમાં ઘટાડાને આભારી છે.