02 February, 2023 08:45 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ફાઇલ તસવીર
નાણાપ્રધાન નિર્મલા સિતારામણે ગત બે વર્ષની જેમ આ વર્ષે પણ ડિજિટલ ફોર્મમાં પેપરલેસ બજેટ રજૂ કર્યું હતું. ડિજિટલ ટેબ્લેટને બ્રિફકેસને બદલે પરંપરાગત ‘વહી-ખાતા’ સ્ટાઇલના લાલ પાઉચમાં લપેટીને તેઓ પોતાની ટીમ સાથે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને મળવા રવાના થયા હતાં. રાષ્ટ્રપતિ ભવનથી તેઓ સીધા સંસદભવન જવા રવાના થયા હતાં.
ભારતના પ્રથમ ફુલટાઇમ મહિલા નાણા પ્રધાન નિર્મલા સિતારામણે ૨૦૧૯માં બજેટ બ્રિફકેસના સંસ્થાનવાદી વારસાને ત્યજીને પરંપરાગત ‘વહીખાતા’ સ્ટાઇલના પાઉચમાં બજેટ પેપર્સ લઈ જવાની પદ્ધતિ અપનાવી હતી. કોવિડ મહામારી દરમ્યાન તેઓએ પરંપરાગત પેપર્સને સ્થાન્ ડિજિટલ ફોર્મેટમાં બજેટ તેમ જ પોતાનું સંબોધન પણ રજૂ કર્યું હતું. કોવિડ મહામારીના વર્ષ પછીના વર્ષોથી તેમણે ડિજિટલ ફોર્મેટમાં બજેટ રજૂ કરવાની નવી શરૂ કરેલી પરંપરા જાળવી રાખી હતી. વર્ષ ૨૦૨૩-૨૪નું બજેટ નાણા પ્રધાન નિર્મલા સિતારામણનું સતત પાંચમુ બજેટ છે.