14 February, 2023 04:27 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતિકાત્મક તસ્વીર
ભૂકંપ પ્રભાવિત સિરિયા અને ટર્કીમાં ચાના શિપમેન્ટમાં આવતા અઠવાડિયાંઓમાં ફટકો પડે એવી શક્યતા છે. રાજકીય અશાંતિને કારણે શ્રીલંકાના બજારમાં વિક્ષેપ પડ્યા બાદ આ દેશોના ખરીદદારોએ કોચીમાંથી ચાની ખરીદી કરી હતી. ટર્કી-સિરિયામાં ભૂકંપની સ્થિતિ બાદ હજી જનજીવન થાળે પડતાં સમય લાગશે, પરિણામે ત્યાં સુધી ચાની નિકાસને અસર થાય એવી ધારણા છે.
વેપારીઓએ જણાવ્યું હતું કે કાર્ગો ટ્રાન્સ-શિપમેન્ટ મુખ્યત્વે પશ્ચિમ એશિયાનાં બજારો દ્વારા કરવામાં આવે છે. સાપ્તાહિક પ્રાપ્તિ આશરે ૧.૫ લાખ કિલો હોવાનું નોંધાયું હતું.
વેપારીઓએ જણાવ્યું હતું કે યુક્રેનમાં બગડતી યુદ્ધની સ્થિતિએ નિકાસકારોને ક્રેડિટ પેમેન્ટ ટાળવા માટે નવા ગ્રાહકોને બદલે રશિયામાં નિયમિત ખરીદદારો પર ધ્યાન કેન્દ્રિત કરવાનું શરૂ કર્યું. તેઓ રૂપિયા-રૂબલ ચુકવણી પદ્ધતિને સાકાર કરવા માટે આતુર છે, કારણ કે એનાથી રશિયન બજારોમાં ચાના શિપમેન્ટને ફાયદો થશે.
ઑર્થોડોક્સ લીફ ચાના ભાવમાં કિલોએ ૭ રૂપિયાનો ઘટાડો થયો હતો, જે વિદેશી માગમાં ઘટાડો થવાને કારણે આભારી છે. ઑક્શનમાં ઑફર કરાયેલા ૨,૯૧,૮૫૩ કિલોમાંથી માત્ર ૬૪ ટકા જ વેચાયા હતા. સીઆઇએસ અને પશ્ચિમ એશિયાના નિકાસકારો પસંદગીના હતા.
સાઉથ ઇન્ડિયા ટી એક્સપોર્ટર્સ અસોસિએશનના ચૅરમૅન દીપક શાહે જણાવ્યું હતું કે મંદી અને જંતુનાશક સમસ્યાઓને કારણે ઑર્થોડોક્સ પત્તી ચાના ભાવમાં ઘટાડો થયો છે.