midday

ED ઑફિસ પહોંચ્યાં અનિલ અંબાણીના પત્ની ટીના અંબાણી, આ મામલે કેસ દાખલ

04 July, 2023 03:05 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

જાણીતા બિઝનેસમેન અનિલ અંબાણીના પત્ની ટીના અંબાણી ઈડી ઑફિસમાં પહોંચ્યાં છે. ફેમા મામલે દાખલ કેસમાં ગઈ કાલે અનિલ અંબાણીનું પણ નિવેદન લેવામાં આવ્યું હતું.
ટીના અંબાણી (તસવીર સૌજન્ય મિડ-ડે)

ટીના અંબાણી (તસવીર સૌજન્ય મિડ-ડે)

જાણીતા ઉદ્યોગપતિ અનિલ અંબાણીની (Anil Ambani) પત્ની ટીના અંબાણી (Tina Ambani) આજે મુંબઈમાં પ્રવર્તન નિદેશાલયની (ED) ઑફિસમાં હાજર થયાં. ગઈ કાલે ફેમા કેસમાં અનિલ અંબાણીનું નિવેદન નોંધવામાં આવ્યું હતું. રિલાયન્સ એડીએ ગ્રુપના ચૅરમેન અનિલ અંબાણી વિદેશી મુદ્રા કાયદાના કહેવાતા ઉલ્લંઘન સાથે જોડાયેલી તપાસ મામલે સોમવારે અહીં પ્રવર્તન નિદેશાલય (ઇડી) સામે રજૂ થયા હતા. અધિકારીઓએ જણાવ્યું કે વિદેશી મુદ્રા પ્રબંધન અધિનિયમ (ફેમા)ની જુદી જુદી કલમો હેઠળ દાખલ કેસમાં પોતાનું નિવેદન નોંધાવવા અંબાણી (64) બલાર્ડ એસ્ટેટ વિસ્તારમાં સંઘીય એજન્સીની ઑફિસમાં રજૂ થયા. અનિલ અંબાણી યેસ બેન્કના પ્રમોટર રાણા કપૂર અને અન્ય વિરુદ્ધ મની લૉન્ડ્રિંગ કેસમાં આ પહેલા 2020માં પણ ઈડી સામે રજૂ થયા હતા.

આયકર વિભાગે પણ આપી દીધી છે નોટિસ
જણાવવાનું કે આયકર વિભાગ દ્વારા કાળું નાણું અધિનિયમ હેઠળ ઉદ્યોગપતિ અનિલ અંબાણીને કારણ જણાવો નોટિસ પણ મોકલવામાં આવી હતી. આની સાથે જ દંડ પણ ફટકારવામાં આવ્યો. આયકર વિભાગે કહેવાતી રીતે બે સ્વિસ બેન્ક ખાતામાં રાખવામાં આવેલા 814 કરોડ રૂપિયાથી વધારે બિનજાહેર ધન પર ટેક્સમાં 420 કરોડ રૂપિયાની કહેવાતી ચોરી માટે નોટિસ જાહેર કરી હતી. જો કે, આ વિરુદ્ધ અનિલ અંબાણી મુંબઈ હાઈકૉર્ટ તરફનું વલણ અપનાવ્યું. આ કેસ કૉર્ટમાં છે.

જણાવવાનું કે આ પહેલા યેસ બેન્કના પ્રમોટર્સ રાણા કપૂર અને અન્ય વિરુદ્ધ મની લૉન્ડ્રિંગના કેસમાં પણ અનિલ અંબાણી ઈડી સામે રજૂ થઈ ચૂક્યા છે. આ દરમિયાન અનિલ અંબાણી સાથે લગભગ 9 કલાક સુધી પૂછપરછ થઈ હતી. ત્યારે કહેવામાં આવ્યું હતું કે અંબાણીની નવ ગ્રુપ કંપનીઓએ યેસ બેન્કથી લગભગ 12,800 કરોડ રૂપિયાનું ઋણ લીધું હતું. આની સાથે જોડાયેલા કેસને લઈને ઈડીએ પૂછપરછ કરી હતી.

સૂત્રોનું કહેવું છે કે આ અનિલ અંબાણીની કંપનીઓમાં ઈન્વેસ્ટમેન્ટ સાથે જોડાયેલો એક નવો કેસ સામે આવ્યો છે. 64 વર્ષીય અનિલ અંબાણી આ પહેલા પણ 2020માં યેસ બેન્કના પ્રમોટર રાણા કપૂર અને અન્ય વિરુદ્ધ મની લૉન્ડ્રિંગ કેસમાં પ્રવર્તન નિદેશાલય સામે રજૂ થયા હતા.

ગયા વર્ષે ઑગર્સમાં ઈનકમ ટેક્સ વિભાગે અનિલ અંબાણીને બે સ્વિસ બેન્ક ખાતામાં રાખવામાં આવેલા 814 કરોડ રૂપિયાથી વધારે બિનજાહેર ધન પર કહેવાતી રીતે 420 કરોડ રૂપિયાની કરચોરી માટે કાળાંનાણાં વિરોધી કાયદા હેઠળ નોટિસ જાહેર કરી હતી.

પણ સપ્ટેમ્બરમાં બૉમ્બે હાઈકૉર્ટે અનિલ અંબાણીને રાહત આપતા આયકર વિભાગને તેમના વિરુદ્ધ કોઈપણ દંડાત્મક કાર્યવાહી ન કરવા માટે કહ્યું હતું.

tina ambani anil ambani directorate of enforcement business news yes bank yes bank crisis