સપ્લાય-ખેંચ સર્જાવાની ચિંતાએ ટિન વાયદા ૧૧ સપ્તાહની ટોચે

22 April, 2023 02:30 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

‌ટિન વાયદા લંડન મેટલ એક્સચેન્જ પર પ્રતિ ટન ૨૭,૮૦૦ ડૉલરની ઉપર ટ્રેડ થઈ રહ્યા હતા જે ૧૧ સપ્તાહની ટોચ છે.

પ્રતિકાત્મક તસવીર

‌ટિન વાયદા લંડન મેટલ એક્સચેન્જ પર પ્રતિ ટન ૨૭,૮૦૦ ડૉલરની ઉપર ટ્રેડ થઈ રહ્યા હતા જે ૧૧ સપ્તાહની ટોચ છે. વિશ્વમાં ટીનનો ત્રીજો સૌથી મોટો ઉત્પાદક મ્યાનમારમાં માઇનિંગ કામકાજ ઉપર પ્રતિબંધ મુકાતાં સપ્લાય-ખેંચ સર્જાવાની ચિંતા ઊભી થઈ છે.
આ દેશની સેન્ટ્રલ ઇકૉનૉમિક પ્લાનિંગ કમિટીએ જાહેરાત કરી કે આગામી ઑગસ્ટથી દરેક પ્રકારનું માઇનિંગ અને પ્રોસેસિંગ કામકાજ ઉપર પ્રતિબંધ મૂકવામાં આવશે જેથી બચેલા સ્રોતને જાળવી શકાય.
ચીનના ટીન સ્મેલટર્સ મ્યાનમારના ઓર (ખનીજ) ઉપરનો મદાર ઘટાડવાના પ્રયત્નો કરી રહ્યા છે. મ્યાનમારની આયાતનો રેશિયો ઘટીને કુલ ખનીજના ૧૦૦ ટકા થયા છે અને છેલ્લા દાયકાના મધ્યમાં કન્સન્ટ્રેટ્સ આયાતનો રેશિયો વર્ષ ૨૦૨૨માં ૭૭ ટકા હતો. બીજી બાજુ રિફાઇન્ડ ફૉર્મની સૌથી મોટી નિકાસકાર ઇન્ડોનેશિયા શિપમેન્ટ ઉપરના પ્રતિબંધને પાછો ખેંચવાની વિચારણા કરી રહી છે જેથી ડાઉનસ્ટ્રીમ પ્રોસેસિંગ ક્ષમતા ફરી ઉત્તેજિત થાય.

business news gujarati mid-day