પામતેલની આયાત ટૅરિફ વૅલ્યુમાં ૯૪ ડૉલર સુધીનો વધારો કરાયો

03 November, 2022 03:38 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

રિફાઇન્ડ પામતેલની ટૅરિફ વૅલ્યુમાં ૫૭ ડૉલરનો વધારો કરીને ૯૬૨ ડૉલર પ્રતિ ટન કરી છે

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

કેન્દ્ર સરકારે વૈશ્વિક બજારમાં વીતેલા પખવાડિયા દરમ્યાન ખાદ્ય તેલની ટૅરિફ વૅલ્યુમાં વધારો કરવાને પગલે ૯૪ ડૉલર સુધીનો વધારો કર્યો હતો. સોયાબીનની ટૅરિફ વૅલ્યુ ૭૧ ડૉલર વધી હતી. આયાત ટૅરિફ વૅલ્યુમાં વધારો કરવાને પગલે ખાદ્ય તેલની આયાત પડતરમાં પણ વધારો થયો છે.

કસ્ટમ વિભાગના નોટિફિકેશન મુજબ ક્રૂડ પામતેલની ટૅરિફ વૅલ્યુમાં ૯૪ ડૉલરનો વધારો કરીને ૯૫૨ ડૉલર પ્રતિ ટન કરી છે, જે અગાઉ ૮૫૮ ડૉલર હતી, જ્યારે રિફાઇન્ડ પામતેલની ટૅરિફ વૅલ્યુમાં ૫૭ ડૉલરનો વધારો કરીને ૯૬૨ ડૉલર પ્રતિ ટન કરી છે. સરકારે ક્રૂડ પામોલીન અને રિફાઇન્ડ પામોલીનની ટૅરિફમાં ૩૭ ડૉલરનો વધારો કર્યો છે.

business news commodity market