નિર્ણાયક તબક્કામાં પ્રવેશતું શૅરબજાર- ૨૩ અને ૨૪ મહત્ત્વની ટર્નિંગ

23 September, 2024 09:44 AM IST  |  Mumbai | Ashok Trivedi

નિફ્ટી ફ્યુચર દૈનિક ધોરણે ટૂંકા ગાળાનો, અઠવાડિક ધોરણે મધ્યમ ગાળાનો તેમ જ માસિક ધોરણે લાંબા ગાળાનો પ્રવાહ સુધારાતરફી છે

પ્રતીકાત્મક તસવીર

વાચકમિત્રો, નિફ્ટી ફ્યુચર ગયા સપ્તાહ દરમ્યાન નીચામાં ૨૫,૩૦૧.૧૦ સુધી આવી સાપ્તાહિક ધોરણે ૩૯૫.૧૫ પૉઇન્ટના નેટ સુધારે ૨૫,૭૬૭.૭૫ બંધ રહ્યું તેમ જ BSE ઇન્ડેક્સ ૧૬૫૩.૩૭ પૉઇન્ટના નેટ સુધારે ૮૪,૫૪૪.૩૧ બંધ રહ્યો. ઉપરમાં ૮૪,૬૯૫ ઉપર ૮૫,૦૦૦, ૮૫,૨૦૦ સુધીની શક્યતા જોવા મળશે. નીચામાં ૮૩,૧૮૭ સપોર્ટ ગણાય. ૨૩ અને ૨૪ સપ્ટેમ્બર ગેઇનની ટર્નિંગના દિવસો ગણાય. આ દિવસોના ઊંચા-નીચા ભાવોનો ઉપયોગ સ્ટૉપલૉસ તરીકે કરી શકાય.

નિફ્ટી ફ્યુચર દૈનિક ધોરણે ટૂંકા ગાળાનો, અઠવાડિક ધોરણે મધ્યમ ગાળાનો તેમ જ માસિક ધોરણે લાંબા ગાળાનો પ્રવાહ સુધારાતરફી છે. ટૂંકા ગાળાનો સપોર્ટ ૨૪,૮૧૬, મધ્યમ ગાળાનો સપોર્ટ ૨૩,૯૧૨ ગણાય. લાંબા ગાળાનો સપોર્ટ ૨૧,૨૬૫ ગણાય. (ઘટાડો ત્યારે વધુ મજબૂત બને છે જ્યારે માર્કેટના ટૉપ વખતે ખરીદીને સપડાઈ ગયેલા લોકો ગભરાટમાં કોઈ પણ ભાવે વેચીને બળતામાં ઘી હોમવાનું કાર્ય કરે છે. V ફૉર્મેશન ટૉપ અને બૉટમ બન્ને વખતે થાય છે, પરંતુ મોટે ભાગે ટૉપ વખતે જોવા મળે છે. V ફૉર્મેશન ઝડપથી અને ચેતવણી આપ્યા વગર થાય છે. આના લીધે V ફૉર્મેશન ત્યારે જ ઓળખી શકાય જ્યારે ભાવો વિરુદ્ધ દિશામાં ગતિ કરી ચૂક્યા હોય. આના લીધે નફો મળવાની સંભાવના ઘટી જાય છે.) (ક્રમશઃ) નિફ્ટી ફ્યુચરની ટૂંકા 
ગાળાની ઍવરેજ ૨૫,૩૬૦.૩૩ છે જે ક્લોઝિંગ પ્રાઇસના  આધારે રોજ બદલાયા કરે છે.

૨૪,૮૧૬ના બૉટમથી સુધારાતરફી છે. દૈનિક, અઠવાડિક તેમ જ માસિક ધોરણે ઓવરબૉટ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૨૫,૮૦૦ ઉપર ૨૫,૯૦૦, ૨૬,૦૦૦ સુધીની શક્યતા જોવા મળશે. નીચામાં ૨૫,૬૦૦ નીચે ૨૫,૪૪૭, ૨૫,૪૦૦ સપોર્ટ ગણાય. આ સાથે અઠવાડિક ચાર્ટ આપ્યો છે.

૪૭૦.૪૮ના બૉટમથી સાઇડવેઝમાં છે. દૈનિક ધોરણે ન્યુટ્રલ, અઠવાડિક ધોરણે ઓવરસોલ્ડ તેમ જ માસિક ધોરણે ઓવરબૉટથી ન્યુટ્રલ તરફની પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૫૦૪ ઉપર ૫૦૯, ૫૧૮, ૫૨૮, ૫૩૪, ૫૪૭ સુધીની શક્યતા જોવા મળશે. નીચામાં ૪૯૨ નીચે ૪૮૦ સપોર્ટ ગણાય. આ સાથે દૈનિક ચાર્ટ આપ્યો છે.

૧૫૯૩.૩૦ના બૉટમથી સુધારાતરફી છે. દૈનિક ધોરણે ઓવરબૉટ, અઠવાડિક તેમ જ માસિક ધોરણે ઓવરબૉટ તરફની પોઝિશન  દર્શાવે છે. ઉપરમાં ૧૭૪૫ ઉપર ૧૭૫૫, ૧૭૬૮, ૧૭૮૧, ૧૭૯૫ સુધીની શક્યતા જોવા મળશે. ૧૭૯૫ ઉપર વધ-ઘટે ૧૯૮૦ સુધી પણ આવી શકશે. નીચામાં ૧૬૯૮ નીચે ૧૬૮૦ સપોર્ટ ગણાય. આ સાથે (ક્લોઝિંગનો) અઠવાડિક લાઇન ચાર્ટ આપ્યો છે.

કોટક મહેન્દ્ર બૅન્ક (૧૯૦૪.૫૦) ઃ ૧૭૫૬.૫૦ના બૉટમથી સુધારાતરફી છે. દૈનિક, અઠવાડિક તેમ જ માસિક ધોરણે ઓવરબૉટ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૧૯૨૭ ઉપર ૧૯૮૩ સુધીની શક્યતા જોવા મળશે. નીચામાં ૧૮૭૦ નીચે ૧૮૪૫ સપોર્ટ ગણાય.

ગોદરેજ પ્રૉપર્ટી (૨૯૮૮.૦૦) ઃ ૨૭૯૨.૫૫ના બૉટમથી સાઇડવેઝમાં છે. દૈનિક  અને અઠવાડિક ધોરણે ન્યુટ્રલ તેમ જ માસિક ધોરણે ઓવરબૉટથી ન્યુટ્રલ તરફની પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૩૦૦૫ ઉપર ૩૦૨૧, ૩૦૫૯, ૩૦૯૭, ૩૧૩૫, ૩૧૭૦ સુધીની શક્યતા જોવા મળશે. નીચામાં ૨૯૪૫ નીચે ૨૯૦૦ સપોર્ટ ગણાય.

બૅન્ક નિફ્ટી ફ્યુચર (૫૩,૫૫૦.૮૫)ઃ ૫૦,૨૫૫.૫૫ના બૉટમથી સુધારાતરફી છે. દૈનિક, અઠવાડિક તેમ જ માસિક ધોરણે ઓવરબૉટ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૫૩,૬૪૪ ઉપર ૫3,૭૪૦, ૫૩,૯૫૦, ૫૪,૧૭૦, ૫૪,૪૦૦

સુધીની શક્યતા જોવા મળશે. નીચામાં ૫૩,૨૦૦ નીચે ૫૩,૦૯૦, ૫૨,૭૦૦ સપોર્ટ ગણાય.

શૅરની સાથે શેર- આગામી કોઈ પેઢીને દેતા હશે જીવન, બાકી અમારા શ્વાસ નકામા તો જાય ના. - મરીઝ

business news nifty sensex stock market national stock exchange bombay stock exchange