04 March, 2024 07:46 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર
ટાટા ગ્રુપની ઑટોમોબાઈલ કંપની ટાટા મોટર્સ (Tata Motors Demerger)ના ડિમર્જરને મંજૂરી આપવામાં આવી છે. ટાટા મોટર્સના બોર્ડ ઑફ ડિરેક્ટર્સની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ ડિમર્જર પછી, ટાટા મોટર્સના કૉમર્શિયલ વાહનો (Tata Motors Demerger)ના વ્યવસાયને એક અલગ એન્ટિટીમાં સામેલ કરવામાં આવશે જ્યારે બીજી એન્ટિટીમાં, પેસેન્જર વાહનો, ઇલેક્ટ્રિકલ વાહનો, જેએલઆર અને તેના સંબંધિત રોકાણોને જોડીને એક અલગ કંપનીની રચના કરવામાં આવશે.
રેગ્યુલેટરી ફાઈલિંગમાં આપી માહિતી
ટાટા મોટર્સે સ્ટોક એક્સચેન્જ સાથેની તેની રેગ્યુલેટરી ફાઇલિંગમાં જણાવ્યું હતું કે, આ ડિમર્જરને NCLTની સ્કીમ ઓપ એરેન્જમેન્ટ દ્વારા લાગુ કરવામાં આવશે. ઉપરાંત, ટાટા મોટર્સ લિમિટેડના તમામ શેરધારકો પાસે બંને કંપનીઓના શેર હશે. ટાટા મોટર્સે જણાવ્યું હતું કે, છેલ્લાં કેટલાંક વર્ષોમાં ટાટા મોટર્સના કૉમર્શિયલ વાહનો, પેસેન્જર વ્હીકલ્સ સહિત ઇલેક્ટ્રિક વાહનો (EV) અને જગુઆર લેન્ડ રોવરે ખૂબ જ મજબૂત કામગીરી દર્શાવી છે. વર્ષ 2021થી આ તમામ વ્યવસાયો તેમના સંબંધિત સીઈઓની દેખરેખ હેઠળ સ્વતંત્ર રીતે કામ કરી રહ્યા છે.
બંને વ્યવસાયને વિસ્તારવામાં મદદ કરશે
ટાટા મોટર્સે (Tata Motors Demerger) તેના નિવેદનમાં જણાવ્યું હતું કે, આ ડિમર્જર પ્રક્રિયા 2022માં પેસેન્જર અને ઇલેક્ટ્રિકલ બિઝનેસની અલગ પેટાકંપનીઓ બનાવવાના નિર્ણયનું વધુ પરિણામ છે. અને આ નિર્ણય દ્વારા, બંને વ્યવસાયો તેમની સંબંધિત વ્યૂહરચનાઓને અનુસરવામાં અને વધુ સારી પદ્ધતિઓ અને જવાબદારી સાથે ઉચ્ચ વૃદ્ધિ હાંસલ કરવામાં સક્ષમ બનશે. આ સિવાય કોમર્શિયલ વાહનો અને પેસેન્જર વાહનો વચ્ચે મર્યાદિત સંકલન છે. પરંતુ પેસેન્જર વાહનો, EVs અને JLR, ખાસ કરીને EVs, ઑટોનોમસ વાહનો અને વાહન સોફ્ટવેરને ડિમર્જરથી ઘણો ફાયદો થશે.
શેરધારકો માટે મૂલ્ય વધશે
ટાટા મોટર્સના બોર્ડના આ નિર્ણય પર ટાટા સન્સના ચેરમેન એન ચંદ્રશેખરને કહ્યું કે, ટાટા મોટર્સે છેલ્લા કેટલાક વર્ષોમાં મજબૂત પરિવર્તન કર્યું છે. ત્રણેય ઓટોમોટિવ બિઝનેસ યુનિટ્સ સ્વતંત્ર રીતે કામ કરે છે અને સારું પ્રદર્શન કરવાનું ચાલુ રાખે છે. આ ડિમર્જર તેમને તકોનો વધુ સારો લાભ લેવામાં મદદ કરશે. આનાથી ગ્રાહકોને માત્ર સારી સેવાઓ જ નહીં મળે પરંતુ કર્મચારીઓ માટે વૃદ્ધિની તકો પણ વધશે અને શેરધારકો માટે મૂલ્યમાં પણ વધારો થશે. બજાર બંધ થયા બાદ આ સમાચાર આવ્યા છે. આ પહેલા આજના સેશનમાં ટાટા મોટર્સનો શેર 0.12 ટકા ઘટીને રૂા.987 પર બંધ થયો હતો.
શૅરબજારના ઇતિહાસમાં તાતા ટેક્નૉલૉજિઝનું થર્ડ બેસ્ટ લિસ્ટિંગ
તાતા ગ્રુપમાં ૧૯ વર્ષ બાદ પહેલી વાર લિસ્ટ થયેલી તાતા ટેક્નૉલૉજિઝનો સ્ટૉક ગઈ કાલે લિસ્ટિંગના પ્રથમ દિવસે જ ઇશ્યુ-પ્રાઇસની તુલનાએ ૧૬૨ ટકા વધીને બંધ થયો હતો. કંપનીએ ૫૦૦ રૂપિયાના ભાવે શૅર્સ ઇશ્યુ કર્યા હતા અને સ્ટૉક છેવટે ૧૩૧૩ રૂપિયાએ ક્લોઝ થયો હતો. તાતા ટેક્નૉનો લિસ્ટિંગના પહેલા દિવસનો ૧૬૩ ટકાનો જમ્પ એ ભારતીય મૂડીબજારના ઇતિહાસમાં કોઈ કંપનીના લિસ્ટિંગના પ્રથમ દિવસનો ટકાની રીતે ત્રીજો સૌથી મોટો ઉછાળો છે.