Tata Group હવે બનાવશે iPhone! ચીનને આકરો આંચકો આપવાની તૈયારી

11 July, 2023 08:32 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

ટાટા ગ્રુપનું બિઝનેસ અનેક સેક્ટર્સમાં ફેલાયેલું છે. હવે તેણે ઈલેક્ટ્રૉનિક મેન્યૂફેક્ચરિંગ અને ઈ-કૉમર્સમાં પણ એન્ટ્રી કરી લીધી છે, એપલ માટે આઇફોન (iPhone) બનાવનારી તાઈવાનની કંપની વિસ્ટ્રૉન સાથે તેમની વાતચીત ચાલી રહી છે. જાણો શું પ્લાન...

રતન ટાટા (ફાઈલ તસવીર)

ટાટા ગ્રુપનું (Tata Group) બિઝનેસ અનેક સેક્ટર્સમાં ફેલાયેલું છે. હવે તેણે ઈલેક્ટ્રૉનિક મેન્યૂફેક્ચરિંગ (Electronic manufacturing) અને ઈ-કૉમર્સમાં પણ એન્ટ્રી કરી લીધી છે, એપલ માટે આઇફોન (iPhone) બનાવનારી તાઈવાનની કંપની વિસ્ટ્રૉન (Wistron) સાથે તેમની વાતચીત ચાલી રહી છે. જાણો શું પ્લાન...

દેશના મોટા ઔદ્યોગિક જૂથના ટાટા ગ્રુપ (Tata Group)નું બિઝનેસ (Business) અનેક ક્ષેત્રોમાં ફેલાયેલું છે. ટૂંક સમયમાં જ કંપની આઇફોન (iPhone) બનાવવાના બિઝનેસમાં પણ  પગપેસારો કરવાની તૈયારીમાં છે. તેમની એપલ (Apple)ની સપ્લાયર વિસ્ટ્રૉન કૉર્પ (Wistron Corp.) સાથે વાતચીત ચાલી રહી છે અને માનવામાં આવી રહ્યું છે કે ઑગસ્ટ સુધી બન્ને કંપનીઓ વચ્ચે ડીલ થઈ શકે છે. જો આ ડીલ આગળ વધે છે તો ટાટા ગ્રુપ (Tata Group) આઈફોન (iPhone) એસેમ્બલ કરનારી પહેલી ભારતીય કંપની (Indian Company) હશે. વિસ્ટ્રૉનનો પ્લાન્ટ કર્ણાટકમાં (karnataka) છે. બ્લૂમબર્ગના (Bloomberg) એક રિપૉર્ટ પ્રમાણે આની વેલ્યૂ 60 કરોડ ડૉલરથી વધારેની હોઈ શકે છે. આમાં આઈફોન 14 મૉડલની એસેમ્બ્લિંગ થાય છે અને 10000થી વધારે વર્કર કામ કરે છે.

તાઈવાની કંપની વિસ્ટ્રોન કોન્ટ્રેક્ટ પર ઈલેક્ટ્રોનિક સામાન બનાવે છે. વિસ્ટ્રોને આ નાણાકીય વર્ષમાં આ ફેક્ટરીમાંથી ઓછામાં ઓછા $1.8 બિલિયનના આઇફોન બનાવવાનું લક્ષ્ય નક્કી કર્યું છે જેથી તેને સરકારી પ્રોત્સાહન મળી શકે. કંપનીએ આવતા વર્ષ સુધીમાં તેના કર્મચારીઓની સંખ્યા ત્રણ ગણી કરવાનું લક્ષ્ય પણ રાખ્યું છે. વિસ્ટ્રોન ભારતમાં iPhone બિઝનેસમાંથી બહાર નીકળવા માંગે છે અને ટાટાએ તેને ખરીદવામાં રસ દાખવ્યો છે. ટાટા, વિસ્ટ્રોન અને એપલના પ્રવક્તાએ ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર, કંપનીએ એપલના કામકાજમાંથી સંપૂર્ણપણે બહાર નીકળવાનો નિર્ણય લીધો છે અને હવે તેનું ધ્યાન અન્ય બિઝનેસ પર રહેશે. કંપની ભારતમાં એપલ સિવાયના અન્ય ઉત્પાદનોમાં તેની શક્યતા શોધશે.

ચીનને (China) જોરનો ઝટકો
સરકાર કંપનીઓને પોતાના ઉત્પાદન અને રોજગાર વધારવા માટે ઈન્સેન્ટિવ્સ આપી રહી છે. કોરોના મહામારીને (Cvid-19 pendemic) કારણે પેદા થયેલી સપ્લાયની મુશ્કેલીઓ અને અમેરિકા (America) તેમજ ચીન (China) વચ્ચે વધતા તાણ થકી ઈન્ટરનેશનલ કંપનીઓ ચીન (China) પરની પોતાની નિર્ભરતા ઘટાડી રહી છે. આવી સ્થિતિમાં ભારતમાં ઈન્વેસ્ટમેન્ટ એ તેમની પહેલી પસંદ બની રહ્યું છે. ટાટા ગ્રુપે તાજેતરમાં જ ઇલેક્ટ્રોનિક પ્રૉડક્શનમાં એન્ટ્રી લીધી છે. તામિલનાડુમાં (Tamilnadu) કંપનીની ફેક્ટ્રીમાં આઇફોનની ચેસિ એટલે કે ડિવાઇસની મેટલ બેકબૉન બનાવે છે. સાથે કંપનીએ ચિપ બનાવવામાં રસ દાખવ્યો છે.

વિશ્વમાં પહોંચ
ટાટા ગ્રુપ આઇફોન બનાવનારી એક ભારતીય કંપની તરીકે વિશ્વમાં ચીનની સ્થિતિને પડકાર આપવા માટે પીએમ મોદીના પ્રયત્નો માટે પણ એક મહત્વનું પ્રોત્સાહન સાબિત થઈ શકે છે. આમ થવાથી અન્ય વૈશ્વિક ઇલેક્ટ્રોનિક્સ બ્રાન્ડ્સને પણ ચીન પર નિર્ભરતા ઘટાડીને ભારતમાં ઉત્પાદન માટે વિચાર કરવાના સ્વીકાર માટે મદદ મળી શકે છે. જણાવવાનું કે 155 વર્ષ જૂની ટાટા ગ્રુપ સૉલ્ટથી લઈને ટેક્નિકલ સેવાઓ સુધી બધું જ વેચે છે. છેલ્લા કેટલાક વર્ષોમાં ગ્રુપે ઇલેક્ટ્રૉનિક્સ ઉત્પાદન અને ઇ-કૉમર્સમાં પણ પોતાની જગ્યા બનાવવાનો પ્રયત્ન કર્યો છે, જે ટાટા પરિવાર માટટે નવા ક્ષેત્રો છે.

tata ratan tata iphone karnataka tamil nadu china united states of america business news national news