10 November, 2022 03:18 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રોજનો ૬૦ કિલોમીટર હાઇવે બનાવવાનો લક્ષ્યાંક: ગડકરી
કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ પ્રધાન નીતિન ગડકરીએ મંગળવારે જણાવ્યું હતું કે તેમનું લક્ષ્ય દરરોજ ૬૦ કિલોમીટરના હાઇવે બનાવવાનું છે.
ગડકરીએ વધુમાં જણાવ્યું હતું કે સારા રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરથી સમૃદ્ધિ અને રોજગાર સર્જાય છે.
અમે દરરોજ ૪૦ કિલોમીટર હાઇવે બનાવી રહ્યા છીએ, અમારું લક્ષ્ય દરરોજ ૬૦ કિલોમીટર હાઇવે બનાવવાનું છે એમ તેમણે ઑન્ટ્રપ્રનર્સ ઑર્ગેનાઇઝેશન ગુરુગ્રામ ચૅપ્ટર દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં જણાવ્યું હતું.
જ્યારે દેશમાં રાષ્ટ્રીય ધોરી માર્ગ (નૅશનલ હાઇવે) નિર્માણની ગતિ ૨૦૨૦-’૨૧માં પ્રતિદિન ૩૭ કિલોમીટરના રેકૉર્ડને સ્પર્શી ગઈ હતી, ત્યારે ૨૦૨૧-’૨૨માં રોગચાળાને લગતા વિક્ષેપો અને દેશના કેટલાક ભાગમાં સામાન્યથી વધુ દિવસો ચોમાસું લંબાયું હોવાને કારણે એ ધીમી પડીને ૨૮.૬૪ કિલોમીટર પ્રતિ દિવસ થઈ ગઈ હતી.