06 January, 2023 04:29 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
સુંદરરામન રામામૂર્તિએ અગ્રણી સ્ટૉક એક્સચેન્જ બૉમ્બે સ્ટૉક એક્સચેન્જ (બીએસઈ)ના મૅનેજિંગ ડિરેક્ટર અને ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર તરીકેનો ચાર્જ સંભાળ્યો છે.
ગયા વર્ષે એક નિયમનકારી ફાઇલિંગમાં એક્સચેન્જે જણાવ્યું હતું કે બજાર નિયમનકાર સેબીએ એના મૅનેજિંગ ડિરેક્ટર અને ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર તરીકે રામમૂર્તિની નિમણૂકને મંજૂરી આપી છે.
બીએસઈના અગાઉના એમડી અને સીઈઓ આશિષકુમાર ચૌહાણે જુલાઈ ૨૦૨૨માં બોર્સમાંથી રાજીનામું આપ્યું અને એનએસઈમાં ગયા પછી આ નિમણૂક કરવામાં આવી છે.
રામામૂર્તિએ અગાઉ નૅશનલ સ્ટૉક એક્સચેન્જની શરૂઆતથી જ વરિષ્ઠ સભ્ય તરીકે સેવા આપી છે. જોકે આ ભૂમિકા નિભાવ્યા પછી તેમણે બૅન્ક ઑફ અમેરિકાની ભારતીય શાખામાં એમડી અને ચીફ ઑપરેટિંગ ઑફિસરનું પદ સંભાળ્યું હતું.