ભારત અને ચીનની મજબૂત માગ એશિયામાં આર્થિક વૃદ્ધિને વેગ આપશે

05 April, 2023 04:08 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મનીલા, ફિલિપીન્સ સ્થિત એડીબીના નવીનતમ અપડેટમાં આ વર્ષે અને આગામી વર્ષમાં ૪.૮ ટકાના વિસ્તરણની આગાહી કરવામાં આવી છે

પ્રતિકાત્મક ફાઇલ તસવીર

એશિયન ડેવલપમેન્ટ બૅન્કે જાહેર કરેલા એક અહેવાલમાં જણાવ્યું હતું કે રોગચાળામાંથી ચીનની પુનઃ પ્રાપ્તિ અને ભારતમાં મજબૂત માગ આ વર્ષે એશિયામાં મજબૂત આર્થિક વૃદ્ધિને વેગ આપશે. મનીલા, ફિલિપીન્સ સ્થિત એડીબીના નવીનતમ અપડેટમાં આ વર્ષે અને આગામી વર્ષમાં ૪.૮ ટકાના વિસ્તરણની આગાહી કરવામાં આવી છે, જે ૨૦૨૨માં ૪.૨ ટકા હતી. એમાં કહેવામાં આવ્યું છે કે ફુગાવો આ વર્ષે થોડો ઓછો થશે અને ૨૦૨૪માં વધુ ઘટશે.

એડીબીના અર્થશાસ્ત્રીઓએ જણાવ્યું હતું કે તેલ ઉત્પાદક રાષ્ટ્રો દ્વારા આઉટપુટમાં કાપ મૂકવાનો સપ્તાહના અંતમાં નિર્ણય તેલના ભાવમાં તીવ્ર વધારો અને ફુગાવાના દબાણને ફરીથી ઉપર લાવી શકે છે અને પ્રદેશ માટે પડકારમાં વધારો કરી શકે છે.

અહેવાલનું વિશ્લેષણ એ ધારણા પર આધારિત હતું કે આંતરરાષ્ટ્રીય વેપાર માટેના ભાવ નિર્ધારણનો આધાર બ્રેન્ટ ક્રૂડ ઑઇલ આ વર્ષે સરેરાશ ૮૮ ડૉલર પ્રતિ બૅરલ અને આવતા વર્ષે ૯૦ ડૉલર રહેશે.

business news commodity market indian economy gdp asia china