13 July, 2023 12:03 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર
શેર માર્કેટ (Stock Market Update)માં સેન્સેક્સ (Sensex) અને નિફ્ટી નવા રેકોર્ડ હાઈ પર પહોંચ્યા છે. સેન્સેક્સે આજે પહેલીવાર 66,000ની મહત્વપૂર્ણ સપાટીને પાર કરી છે અને આ ઐતિહાસિક ઊંચાઈએ જઈને તેણે નવી ઊંચાઈનો રેકોર્ડ બનાવ્યો છે. આજે, 13 જુલાઈ, 2023 ના રોજ, સેન્સેક્સે 66,043ના નવા ઉચ્ચ સ્તરે જઈને રોકાણકારોને બમ્પર કમાણી કરી છે.
નિફ્ટી-સેન્સેક્સ ટ્રેડિંગની શરૂઆતમાં નવી ઐતિહાસિક ઊંચાઈએ
કારોબારની શરૂઆતમાં નિફ્ટીએ તેની અગાઉની 19,523.60ની ઊંચી સપાટી તોડી અને 19,537.50ની ઊંચી સપાટી દર્શાવી હતી. આ સિવાય સેન્સેક્સ(Sensex)એ પણ નવી ટોચ બનાવી છે અને તેની અગાઉની ઊંચી સપાટી 65,898.98 તોડીને 65,938.70ની સપાટીને સ્પર્શી છે.
ઘણા નિફ્ટી ઈન્ડેક્સ ઓલ ટાઈમ હાઈ પર પહોંચ્યા
બેંક નિફ્ટી ઓલ ટાઈમ હાઈ પર પહોંચી ગઈ છે. નિફ્ટી મેટલ ઈન્ડેક્સ નવી ઊંચાઈને સ્પર્શી ગયો છે અને ઓટો ઈન્ડેક્સ 52 સપ્તાહની ઊંચી સપાટીએ જોવા મળી રહ્યો છે.
સેન્સેક્સ અને નિફ્ટીમાં જબરદસ્ત ઊંચું ટ્રેડિંગ
સેન્સેક્સ (Sensex)અને નિફ્ટી સતત નવી ઊંચી સપાટી બનાવી રહ્યા છે. નિફ્ટીમાં આંકડા 19,547.15ના નવા ઉચ્ચ સ્તર જોવા મળી રહ્યા છે અને સેન્સેક્સમાં 65,971ના સ્તરે પહોંચી ગયા છે. સેન્સેક્સ 580 પોઈન્ટથી વધુ અને નિફ્ટીમાં 160 પોઈન્ટથી વધુનો ઉછાળો નોંધાયો છે.
શેરબજાર ખુલતા જ બજાર ઉછળ્યું
ભારતીય શેરબજાર (Stock Market)ની આજની મુવમેન્ટ સારી ગતિ સાથે આગળ વધી રહી હોય તેવું લાગી રહ્યું છે. સ્થાનિક બજારમાં રોકાણકારોની સારી ખરીદીના આધારે બજાર ઉપર જઈ રહ્યું છે અને નિફ્ટી 19500 ની નજીક ખુલી રહ્યો છે. મેટલ અને ઓટો શેરોમાં તેજીના કારણે બજારને સપોર્ટ મળી રહ્યો છે.
કેવી રહી હતી માર્કેટની શરૂઆત
શેરબજાર (Stock Market)ની આજની શરૂઆતની વાત કરીએ તો BSEનો 30 શેરનો ઈન્ડેક્સ સેન્સેક્સ 73.17 પોઈન્ટ એટલે કે 0.42 ટકાના વધારા સાથે 65,667 ના સ્તર પર ખુલ્યો. બીજી તરફ, NSE નો નિફ્ટી 110.90 પોઈન્ટ એટલે કે 0.57 ટકાના વધારા સાથે 19,495.20 ના સ્તર પર ખુલ્યો.
સેન્સેક્સ અને નિફ્ટી શેરની સ્થિતિ
સેન્સેક્સ (Sensex)ના 30માંથી 25 શેરોમાં તેજી સાથે કારોબાર જોવા મળી રહ્યો છે. આમાં માત્ર 5 સ્ટોક એવા છે જે ઘટાડા પર છે. આ સિવાય નિફ્ટીના 50 શેરો પર નજર કરીએ તો 42 શેરોમાં તેજી સાથે કારોબાર થઈ રહ્યો છે અને 8 શેરોમાં નબળાઈ જોવા મળી રહી છે.