Stock Market: ગ્લોબલ માર્કેટમાં નબળાઈના કારણે માર્કેટ લપસ્યું, સેન્સેક્સ 300 પોઈન્ટ તૂટ્યો

17 February, 2023 10:34 AM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

વૈશ્વિક બજારમાં વેચવાલી બાદ સ્થાનિક શેરબજાર (Stock Market)માં પણ નબળાઈની શરૂઆત થઈ છે. શરૂઆતના કારોબારમાં સેન્સેક્સ (Today Sensex)340.89 પોઈન્ટના ઘટાડા સાથે 60,978.62 પોઈન્ટના સ્તરે ટ્રેડ થઈ રહ્યો છે.

પ્રતીકાત્મક તસવીર

વૈશ્વિક બજારમાં વેચવાલી બાદ સ્થાનિક શેરબજાર (Stock Market)માં પણ નબળાઈની શરૂઆત થઈ છે. શરૂઆતના કારોબારમાં સેન્સેક્સ (Today Sensex)340.89 પોઈન્ટના ઘટાડા સાથે 60,978.62 પોઈન્ટના સ્તરે ટ્રેડ થઈ રહ્યો છે. બીજી તરફ, નિફ્ટી (Nifty) 92.20 પોઈન્ટ લપસીને 17,943.65 પોઈન્ટના સ્તરે ટ્રેડ થઈ રહ્યો છે.

યુએસમાં વ્યાજદરમાં વધારો થવાની શક્યતાને કારણે એશિયન બજારોમાં મોટી નબળાઈ જોવા મળી છે. ભારતીય બજાર (Indian Share Market)માં આઈ, ફાર્મા અને પીએસયુ બેન્કિંગ સેક્ટરના શેર્સ લપસી ગયા છે. નેસ્લે ઈન્ડિયાનો શેર 3.5% ના ઘટાડા સાથે નિફ્ટીના ટોપ લૂઝર્સની યાદીમાં ટોચ પર છે. તે જ સમયે, અદાણી એન્ટરપ્રાઇઝ અને અલ્ટ્રાટેક સિમેન્ટના શેરમાં 1-1%ની મજબૂતી છે.

આ પણ વાંચો: રિલાયન્સની આગેવાની હેઠળ છેલ્લા કલાકના કરન્ટમાં શૅરબજારનો સુધારો આગળ વધ્યો

 ગુરુવારે બજાર ઉપલા સ્તરોથી સરકી ગયું હતું
અગાઉ, છેલ્લા ટ્રેડિંગ દિવસે એટલે કે 16 ફેબ્રુઆરીએ બજારમાં ઉપલા સ્તરોથી તીવ્ર ઘટાડો જોવા મળ્યો હતો. ગુરુવારે સેન્સેક્સ 44 પોઈન્ટના મામૂલી વધારા સાથે 61,319 પોઈન્ટ પર બંધ થયો હતો. સેન્સેક્સ પણ 61,682ની ઇન્ટ્રા-ડે હાઈને સ્પર્શ્યો હતો. બેન્કિંગ અને ફાઈનાન્શિયલ સેક્ટરના શેરોથી બજારમાં નબળાઈ જોવા મળી હતી.

business news sensex stock market