12 September, 2023 11:30 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક ફાઈલ તસવીર
Stock Market Opening: આજે સપ્તાહનો બીજો દિવસ છે. ત્યારે આજે શેરબજારની શરૂઆત કેવી થઈ છે તે જોઈએ. સપ્તાહના બીજા દિવસે શેરબજારની ઓપનિંગ શાનદાર રહી છે. સેન્સેક્સ 300 પોઇન્ટ એટલે જ કે 0.46 ટકા વધીને 67,435 પર હતો. જ્યારે સેન્સેક્સ 89.85 પોઇન્ટ એટલે કે 0.45 ટકા વધીને 20,086 પર હતો. PSU બેન્ક અને બેન્ક નિફ્ટીમાં પણ આજે સારો એવો વધારો જોવા મળ્યો છે.
મંગળવારે સેન્સેક્સ 379.80 પોઈન્ટ એટલે જ કે 0.57 ટકાના વધારા સાથે 67,506.88 પર ખુલ્યો હતો. જ્યારે નિફ્ટી 113.80 પોઈન્ટ એટલે જ કે 0.57 ટકાના વધારા સાથે 20,110.15 પર ખુલ્યો હતો. સપ્તાહના બીજા દિવસે આઈટી, રિયલ એસ્ટેટ સહિતના મોટાભાગના ક્ષેત્રોમાં ઉછાળો જોવા મળ્યો હતો.
ઉલ્લેખનીય છે કે આજે શેરબજારની ઓપનિંગ (Stock Market Opening)માં L&Tના શેરમાં 3.38 ટકાનો ઉછાળો જોવા મળ્યો છે. અને શેર દીઠ રૂ. 2992 પર ટ્રેડ થઈ રહ્યો છે. આ સિવાય સન ફાર્મા, ICICI બેંક, JSW સ્ટીલ, TCS, ઇન્ફોસિસ, એક્સિસ બેંક, ભારતી એરટેલ, એશિયન પેઇન્ટ, અલ્ટ્રાટેક સિમેન્ટ, ટાટા સ્ટીલ, HDFC બેંક, આઇટી કંપની વિપ્રો, કોટક મહિન્દ્રા બેંક અને બજાજ ફાઇનાન્સના શેરમાં પણ સતત વધારો નોંધાઈ રહ્યો છે.
શેરબજારના અમુક શેરમાં સારો એવો ઉછાળો જોવા મળ્યો છે તો બીજી બાજુ 14 શેરમાં ઘટાડો પણ જોવા મળ્યો છે. મારુતિના શેરમાં સૌથી મોટો ઘટાડો જે 0.81 ટકા જેટલો નોંધાયો છે. આ ઉપરાંત ટાઇટન, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, આઇટીસી, એસબીઆઇએન, બજાજ બજાજ ફિનસર્વ લિમિટેડ, પાવર ગ્રીડ, નેસ્લે ઇન્ડિયા, એચસીએલ, ઇન્ડસઇન્ડ બેંક, ટાટા મોટર્સ, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, એનટીપીસી અને હિન્દુસ્તાન યુનિલિવરના શેર પણ લાલ નિશાનમાં ટ્રેડ કરી રહ્યાં છે.
હેલ્થકેર સેક્ટર પણ આજે સારા એવા ઉછાળા પર છે. જે 0.88 ટકા વધીને 9,809.10 પર પહોંચ્યો છે. જ્યારે સૌથી વધુ ઉછાળો ફાર્મા સેક્ટરમાં જોવા મળી રહ્યો છે. જે 1.04 ટકાથી વધીને 15,468.75 પર ટ્રેડ થઈ રહ્યો છે. આ સિવાય મેટલ, આઈટી, પ્રાઈવેટ બેંક, ફાઈનાન્શિયલ સર્વિસ અને રિયલ્ટી સેક્ટરમાં પણ સારી એવી તેજી જોવા મળી રહી છે.
આ સાથે જ ઓઈલ અને ગૅસ સેક્ટરમાં 0.20 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. કન્ઝ્યુમર, એફએમસીજી અને ઓટો સેક્ટરમાં પણ ઘટાડો થઈ ગયો છે. ઇક્વિટી બજારો સકારાત્મક વલણ સાથે ટ્રેડિંગ શરૂ કરે તેવી શક્યતા છે અને મંગળવારે સવારે નિફ્ટી 50 એ 20,000ની ઉપર મજબૂત રીતે જોવા મળી શકે છે. સવારે 07:00 વાગ્યે GIFT નિફ્ટી ફ્યુચર્સ 20,114 પર ટ્રેડ થતો જોવા મળ્યો હતો. આ સાથે જ પડોશી એશિયન દેશોના બજારોમાં મિશ્ર વલણ જોવા મળ્યું હતું.