17 April, 2023 02:09 PM IST | Mumbai | Ashok Trivedi
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
વાચકમિત્રો, નિફ્ટી ફ્યુચર ગયા સપ્તાહ દરમ્યાન નીચામાં ૧૭,૬૫૩.૬૦ સુધી આવી સાપ્તાહિક ધોરણે ૨૩૫.૪૫ પૉઇન્ટના નેટ સુધારે ૧૭,૮૭૯.૬૫ બંઘ રહ્યું તેમ જ બીએસઈ ઇન્ડેક્સ ૫૯૮.૦૩ પૉઇન્ટના નેટ સુધારે ૬૦,૪૩૧ બંઘ રહ્યો. ઉપરમાં ૬૦,૪૮૭ ઉપર ૬૦,૭૪૦, ૬૧,૧૫૦, ૬૧,૯૬૦, ૬૨,૨૦૦ સુધીની શક્યતા. નીચામાં ૬૦,૦૮૦, ૫૯,૮૭૦, ૫૯,૬૦૦ સપોર્ટ ગણાય. બજારમાં ગણતરીના દિવસોમાં સંગીન સુધારો જોવાયો છે. ટેક્નિકલી હાઇલી ઓવરબૉટ ઝોનમાં છે. સ્કિપ આધારિત સુધારાની ચાલ જળવાશે. સાવચેત રહેવું.
નિફ્ટી ફ્યુચર દૈનિક ચાર્ટ પર એટલે કે ટૂંકા ગાળાનો પ્રવાહ સુધારાતરફી છે. ૧૭,૮૬૪ કુદાવતાં મધ્યમ ગાળાનો પ્રવાહ પણ સુધારાતરફી છે. લાંબા ગાળાનો પ્રવાહ સુધારાતરફી છે. સપોર્ટ ૧૬,૭૬૪ ગણાય. (મુખ્ય ટ્રેન્ડના ત્રણ તબક્કા હોય છે. પ્રથમ તબક્કાને ઍક્યુમ્યુલેશન ફેઝ કહેવાય છે. આ તબક્કામાં ખબરિયાઓ લેવાલ હોય છે, જ્યારે ઇન્વેસ્ટરો હવે ભાવ વધશે નહીં એમ સમજીને કંટાળીને વેચતા હોય છે. બીજા તબક્કામાં ટ્રેન્ડને અનુસરનારાઓ, ચાર્ટિસ્ટોની ખરીદી નીકળે છે. ભાવો ખૂબ ઝડપથી વધતા હોય છે. કંપની વિષયક સમાચારો પણ સારા આવતા રહે છે. ત્રીજા અને છેલ્લા તબક્કામાં ડિસ્ટ્રિબ્યુશન થાય છે ત્યારે સામાન્ય પબ્લિક ખરીદીમાં ભાગ લે છે ત્યારે છાપાવાળાઓ તેજીતરફી કાગારોળ મચાવતા હોય છે. (ક્રમશ:) નિફ્ટી ફ્યુચરની ટૂંકા ગાળાની ઍવરેજ ૧૭,૫૭૦.૪૬ છે. જે ક્લોઝિંગ પ્રાઇસના આધારે રોજ બદલાયા કરે છે.
ઍક્સિસ બૅન્ક (૮૬૪.૩૫) ૮૧૪.૩૦ના બૉટમથી સુધારાતરફી છે. દૈનિક ધોરણે ન્યુટ્રલ, અઠવાડિક ધોરણે ઓવરબૉટ તરફ તેમ જ મન્થ્લી ધોરણે ઓવરસોલ્ડ તરફની પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૮૬૭ ઉપર ૮૭૩ કુદાવે તો ૮૮૨, ૮૯૨, ૯૦૨ સુધીની શક્યતા. નીચામાં ૮૫૨ નીચે ૮૪૫ સપોર્ટ ગણાય.
આઇસીઆઇસીઆઇ બૅન્ક (૮૯૯.૦૦) ૮૧૦.૩૦ના બૉટમથી સુધારાતરફી છે. દૈનિક અને અઠવાડિક ધોરણે ઓવરબૉટ તેમ જ મન્થ્લી ધોરણે ન્યુટ્રલ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૯૦૨ ઉપર ૯૦૭, ૯૧૮, ૯૨૩ સુધીની શક્યતા. નીચામાં ૮૮૦ નીચે ૮૭૦ સપોર્ટ ગણાય.
આ પણ વાંચો : શૅરબજારમાં પી-નોટ્સનું રોકાણ સતત ત્રીજા મહિને ફેબ્રુઆરીમાં ઘટ્યું
બૅન્ક નિફ્ટી ફ્યુચર (૪૪,૧૮૯.૬૫) ૩૮,૮૩૧.૫૦ના બોટમથી સુધારાતરફી છે. દૈનિક અને અઠવાડીક ધોરણે ઓવરબૉટ તેમ જ મન્થ્લી ધોરણે ઓવરસોલ્ડ તરફની પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૪૨સ૨૩૦ ઉપર ૪૨,૫૫૫, ૪૨,૮૯૪, ૪૩,૦૯૦ સુધીની શક્યતા. નીચામાં ૪૧,૮૮૦ નીચે ૪૧,૫૪૦, ૪૧,૪૦૦ સપોર્ટ ગણાય.
નિફ્ટી ફ્યુચર (૧૭,૮૭૯.૬૫)
તાતા કેમિકલ્સ (૧૦૨૬.૧૫)
૭૩૪.૨૫ના બૉટમથી સુધારાતરફી છે. દૈનિક ધોરણે ઓવરબૉટ, અઠવાડિક ધોરણે ઓવરબૉટ તરફ તેમ જ માસિક ધોરણે ન્યુટ્રલ તરફની પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૧૦૨૯ ઉપર ૧૦૪૫, ૧૦૬૭, ૧૦૮૬ સુધીની શક્યતા. નીચામાં ૧૦૦૨ સપોર્ટ ગણાય. આ સાથે અઠવાડિક ચાર્ટ આપેલ છે.
એસબીઆઇ કાર્ડ (૭૫૮.૭૫)
૭૦૬.૦૭ના બૉટમથી સુધારાતરફી છે. દૈનિક ધોરણે ઓવરબૉટ, અઠવાડિક ધોરણે ઓવરબૉટ તરફ તેમ જ મન્થ્લી ધોરણે ઓવરસોલ્ડ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૭૫૯ ઉપર ૭૬૫ કુદાવે તો ૭૭૧, ૭૭૬, ૭૯૭ સુધીની શક્યતા. નીચામાં ૭૫૫ નીચે ૭૪૪, ૭૩૪ સપોર્ટ ગણાય. આ સાથે અઠવાડિક ચાર્ટ આપેલ છે.
શૅરની સાથે શેર
તારું કશું ન હોય તો છોડીને આવ તું, તારું જ બધું હોય તો છોડી બતાવ તું. - રાજેશ વ્યાસ ‘મિસ્કીન’