20 February, 2023 03:06 PM IST | Mumbai | Ashok Trivedi
પ્રતિકાત્મક ફાઇલ તસ્વીર
વાચકમિત્રો, નિફ્ટી ફ્યુચર ગયા સપ્તાહ દરમ્યાન નીચામાં ૧૭,૭૪૫ સુધી આવી સાપ્તાહિક ધોરણે ૭૩.૯૦ પૉઇન્ટના નેટ સુધારે ૧૭,૯૫૧ બંધ રહ્યું તેમ જ બીએસઈ ઇન્ડેક્સ ૩૧૯.૮૭ પૉઇન્ટના નેટ સુધારે ૬૧,૦૦૨.૫૭ બંધ રહ્યો. ઉપરમાં ૬૧,૧૫૦ ઉપર ૬૧,૪૫૦, ૬૧,૬૮૨ કુદાવે તો ૬૧,૭૮૫ મહત્ત્વની પ્રતિકારક સપાટી ગણાય. નીચામાં ૬૦,૭૫૦ નીચે ૬૦,૨૪૫ તૂટે તો ૫૯,૯૨૦, ૫૯,૬૧૦, ૫૯,૦૦૦, ૫૮,૬૯૯ સપોર્ટ ગણાય. ચાલુ સપ્તાહે મન્થ્લી એક્સપાયરી છે. નરમ અન્ડરટોન વચ્ચે બેતરફી અફડાતફડી જોવાશે. મોટા ભાગની સ્ક્રિપોમાં નરમાઈ જણાય છે. ઉછાળે માલ પહેરાવાય છે. નવા નિશાળિયાઓએ સાવચેત રહેવું. સારાં પરિણામો બાદ પણ નરમાઈ જોવાય છે. એ શું સૂચવે છે?
નિફ્ટી ફ્યુચર ટૂંકા અને મધ્યમ ગાળાનો પ્રવાહ નરમાઈતરફી છે. ઉપરમાં ૧૮,૨૨૮ અને ૧૮,૩૭૪ મહત્ત્વની સપાટી ગણાય. લાંબા ગાળાનો ટ્રેન્ડ સુધારાતરફી છે. સપોર્ટ ૧૬,૭૬૪ ગણાય. (ઉછાળા વખતે ટ્રેન્ડલાઇનની નજીક આવે છે, પરંતુ એને ક્રૉસ કર્યા વગર જ પાછી નીચે તરફ ફરી જાય છે. ભાવો જ્યારે ટ્રેન્ડલાઇનની નજીક આવે ત્યારે જે ટૉપ બને એ જ ટૉપના સ્ટૉપલૉસે નવું વેચાણ કરી શકાય. ભાવો જ્યાં સુધી મંદીતરફી રહેશે ત્યાં સુધી ટ્રેન્ડલાઇનને ક્રૉસ નહીં કરે, પરંતુ ભાવો ઘટતાં અટકીને ટ્રેન્ડલાઇનની ઉપર જાય ત્યારે વેચાણમાં નફો બુક કરી નવું લેણ કરી શકાય. ટ્રેન્ડલાઇન બાર ચાર્ટ તેમ જ બંધ ભાવના ચાર્ટ બન્ને પર દોરી શકાય છે. મોટા ભાગના ચાર્ટિસ્ટો બાર ચાર્ટને વધુ મહત્ત્વ આપે છે. (ક્રમશ:) નિફ્ટી ફ્યુચરની ‘ટૂંકા ગાળાની ઍવરેજ ૧૭,૯૨૮.૭૩ છે જે ક્લોઝિંગ પ્રાઇસના આધારે રોજ બદલાતી રહે છે.
મહેન્દ્ર ઍન્ડ મહેન્દ્ર (૧૩૪૧.૫૦) ૧૩૯૭ના ટૉપથી નરમાઈતરફી છે. દૈનિક, અઠવાડિક તેમ જ મન્થ્લી ધોરણે ઓવરબૉટ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૧૩૬૦ ઉપર ૧૩૭૨ પ્રતિકારક સપાટી ગણાય. નીચામાં ૧૩૩૨ નીચે ૧૩૨૫, ૧૨૮૬ મહત્ત્વની સપાટી ગણાય.
બ્રિટાનિયા (૪૫૩૩.૨૫) ૪૬૬૯.૨૦ના ટૉપથી નરમાઈતરફી છે. દૈનિક ધોરણે ઓવરસોલ્ડ તરફ, અઠવાડિક તેમ જ મન્થ્લી ધોરણે ઓવરબૉટ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૪૫૮૮ ઉપર ૪૬૧૮ પ્રતિકારક સપાટી ગણાય. નીચામાં ૪૫૧૪ નીચે ૪૪૬૦, ૪૪૬૬, ૪૪૧૫ સુધીની શક્યતા.
બૅન્ક નિફ્ટી ફ્યુચર (૪૧,૨૦૫.૫૫) ૪૪,૨૪૮.૫૫ના ટૉપથી નરમાઈતરફી છે. દૈનિક ધોરણે ઓવરબૉટ તરફ અઠવાડિક ધોરણે ન્યુટ્રલ તેમ જ મન્થ્લી ધોરણે ઓવરબૉટથી ન્યુટ્રલ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૪૧,૩૪૦ ઉપર ૪૧,૫૭૫, ૪૨,૦૩૭, ૪૨,૨૫૨ મહત્ત્વની પ્રતિકારક સપાટી ગણાય. જેની ઉપર ૪૨,૫૬૦, ૪૨,૭૭૫ મહત્ત્વની સપાટી ગણાય. નીચામાં ૪૦,૯૫૦ નીચે ૪૦,૭૬૬, ૩૯,૭૧૮ સપોર્ટ ગણાય.
નિફટી ફ્યુચર (૧૭,૯૫૧.૦૦)
૧૮,૯૯૮.૮૫ના ટૉપથી નરમાઈતરફી છે. દૈનિક ધોરણે ઓવરબૉટ, અઠવાડિક ધોરણે ન્યુટ્રલ તેમ જ મન્થ્લી ધોરણે ઓવરબૉટથી ન્યુટ્રલ તરફની પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૧૮,૦૨૦ ઉપર ૧૮,૦૬૪ અને ૧૮,૧૫૦ કુદાવે તો ૧૮,૨૧૮, ૧૮,૨૨૮, ૧૮,૩૭૪ મહત્ત્વની સપાટી ગણાય. નીચામાં ૧૭,૮૯૩ નીચે ૧૭,૭૭૮, ૧૭,૭૪૫, ૧૭,૭૦૩, ૧૭,૬૦૦, ૧૭,૪૬૪ તૂટે તો ૧૭,૩૨૦ સુધીની શક્યતા. અઠવાડિક ચાર્ટ આપ્યો છે.
સન ર્ફામા (૯૮૪.૫૦)
૧૦૬૪.૨૨ના ટૉપથી નરમાઈતરફી છે. દૈનિક ધોરણે ઓવરસોલ્ડ, અઠવાડિક ધોરણે ઓવરસોલ્ડ તરફ તેમ જ મન્થ્લી ધોરણે ઓવરબૉટથી ન્યુટ્રલ તરફની પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૯૯૭ ઉપર ૧૦૧૦ પ્રતિકારક સપાટી ગણાય. નીચામાં ૯૮૨ નીચે ૯૭૦, ૯૫૭, ૯૪૩, ૯૩૧ સુધીની શક્યતા. આ સાથે અઠવાડિક ચાર્ટ આપ્યો છે.
હિન્દુસ્તાન યુનિલીવર (૨૫૧૫.૫૦)
૨૬૯૩.૫૦ના ટૉપથી નરમાઈતરફી છે. દૈનિક ધોરણે ઓવરસોલ્ડ, અઠવાડિક તેમ જ મન્થ્લી ધોરણે ઓવરસોલ્ડ તરફની પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૨૫૪૬ ઉપર ૨૫૬૧ પ્રતિકારક સપાટી ગણાય. નીચામાં ૨૫૦૬ નીચે ૨૪૭૦, ૨૪૨૮ તૂટશે તો વધુ ઘટાડો જોવાશે. આ સાથે અઠવાડિક ચાર્ટ આપ્યો છે.
શૅરની સાથે શેર
આમ જ નિભાવે પ્રેમને એવાય હોય છે, એવું કશું નથી કે વચન હોવું જોઈએ. - મરીઝ