નિફ્ટી ફ્યુચર ૧૭,૭૧૫ ઉપર ૧૭,૭૪૦, ૧૭,૮૦૦ અને નીચામાં ૧૭,૪૯૦ મહત્ત્વની સપાટીઓ

10 April, 2023 03:14 PM IST  |  Mumbai | Ashok Trivedi

નીચામાં ૫૯,૪૦૦ નીચે ૫૯,૨૦૦, ૫૮,૯૮૦, ૫૮,૭૫૦, ૫૮,૫૬૦ સપોર્ટ ગણાય. શૅરોમાં સાવચેતીભર્યો સુધારો આગળ વધી શકશે. 

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

વાચકમિત્રો, નિફ્ટી ફ્યુચર ગયા સપ્તાહ દરમ્યાન નીચામાં ૧૭,૩૮૩.૮૫ સુધી આવી સાપ્તાહિક ધોરણે ૨૦૧.૫૫ પૉઇન્ટના નેટ સુધારે ૧૭,૬૪૪.૨૦ બંધ રહ્યું તેમ જ બીએસઈ ઇન્ડેક્સ ૮૪૧.૧૫ પૉઇન્ટના નેટ સુધારે ૫૯,૮૩૨.૯૭ બંધ રહ્યો. ઉપરમાં ૫૯,૯૫૦ ઉપર ૬૦,૦૫૦, ૬૦,૨૧૭, ૬૦,૨૫૦, ૬૦,૫૦૦ સુધીની શક્યતા. નીચામાં ૫૯,૪૦૦ નીચે ૫૯,૨૦૦, ૫૮,૯૮૦, ૫૮,૭૫૦, ૫૮,૫૬૦ સપોર્ટ ગણાય. શૅરોમાં સાવચેતીભર્યો સુધારો આગળ વધી શકશે. 

નિફ્ટી ફ્યુચર દૈનિક ચાર્ટ પર એટલે કે ટૂંકા ગાળાનો પ્રવાહ સુધારાતરફી છે. ઉપરમાં ૧૭,૮૬૩ મહત્ત્વની પ્રતિકારક સપાટી ગણાય. મધ્યમ ગાળાનો પ્રવાહ નરમાઈતરફી છે. લાંબા ગળાનો પ્રવાહ સુધારાતરફી છે. સપોર્ટ ૧૬,૭૬૪ ગણાય. વૈ​શ્વિક પરિ​સ્થિતિ ડામાડોળ કહી શકાય. (સેકન્ડરી ટ્રેન્ડ સામાન્ય રીતે ત્રણ અઠવાડિયાંથી ત્રણ મહિના સુધી ચાલે છે અને એ મોટે ભાગે મેજર ટ્રેન્ડની વિરુદ્ધ દિશામાં હોય છે. જો મુખ્ય ટ્રેન્ડ તેજીનો હશે તો સેકન્ડરી ટ્રેન્ડમાં ઘટાડો જોવા મળશે અને જો મુખ્ય ટ્રેન્ડ મંદીનો હશે તો સેકન્ડરી ટ્રેન્ડમાં સુધારો જોવા મળશે. આ કરેક્શન મેજર ટ્રેન્ડના ૩૩થી ૬૬ ટકા સુધીનું હોય છે. મોટે ભાગે ૫૦ ટકા સુધીનું જોવામાં આવે છે. માઇનર ટ્રેન્ડ સામાન્ય રીતે વધુમાં વધુ ત્રણ અઠવાડિયાં સુધી ચાલે છે અને એ ઇન્ટરમિડિયેટ ટ્રેન્ડમાં થતી ટૂંકા ગાળાની વધઘટ દર્શાવે છે. (ક્રમશ:) નિફ્ટી ફ્યુચરની ટૂંકા ગાળાની ઍવરેજ ૧૭,૩૩૭.૬૦ છે. જે ક્લોઝિંગ પ્રાઇસના આધારે રોજ બદલાયા કરે છે.

મહિન્દ્ર ઍન્ડ મહિન્દ્ર (૧૧૭૧.૨૫) ૧૧૨૩.૪૦ના બૉટમથી સુધારાતરફી છે. દૈનિક ધોરણે ઓવરબૉટ તરફ, અઠવાડીક તેમ જ મન્થ્લી ધોરણે ઓવરસોલ્ડ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૧૭૭૫ ઉપર ૧૧૯૧, ૧૨૦૩, ૧૨૦૮, ૧૨૨૭ સુધીની શક્યતા. નીચામાં ૧૧૬૦ સપોર્ટ ગણાય. 

યુનિયન બૅન્ક (૬૭.૦૫) ૬૦.૩૫ના બૉટમથી સુધારાતરફી છે. દૈનિક ધોરણે ઓવરબૉટ, અઠવાડિક ધોરણે ન્યુટ્રલ તેમ જ મન્થ્લી ધોરણે ઓવરસોલ્ડ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૬૯ ઉપર ૭૨, ૭૪ અને ૭૫.૬૦ મહત્ત્વની સપાટી ગણાય. જેની ઉપર વધુ સુધારો આગળ વધશે. નીચામાં ૬૪ સપોર્ટ ગણાય. 

બૅન્ક નિફ્ટી ફ્યુચર (૪૧,૧૬૯.૯૫) ૩૮,૮૩૧.૫૦ના બૉટમથી સુધારાતરફી છે. દૈનિક ધોરણે ઓવરબૉટ, અઠવાડિક ધોરણે ન્યુટ્રલ તેમ જ મન્થ્લી ધોરણે ઓવરસોલ્ડ તરફની પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૪૧,૪૩૦ ઉપર ૪૧,૬૧૫, ૪૧,૮૦૦ સુધીની શક્યતા. નીચામાં ૪૦,૯૯૦ નીચે ૪૦,૬૪૦, ૪૦,૪૩૦ સપોર્ટ ગણાય. 

નિફ્ટી ફ્યુચર (૧૭,૬૪૪.૨૦)

૧૬,૮૬૬ના બૉટમથી સુધારાતરફી છે. દૈનિક ધોરણે ઓવરબૉટ, અઠવાડિક ધોરણે ન્યુટ્રલ તેમ જ માસિક ધોરણે ઓવરસોલ્ડ તરફની પોઝિશન દશાવે છે. ઉપરમાં ૧૭,૭૧૫ ઉપર ૧૭,૭૪૦, ૧૭,૮૦૦, ૧૭,૮૬૪ સુધીની શક્યતા. નીચામાં ૧૭,૫૫૦ નીચે ૧૭,૪૯૦, ૧૭,૪૧૦, ૧૭,૨૨૦ સપોર્ટ ગણાય. આ સાથે અઠવાડિક ચાર્ટ આપેલ છે.

કોરોમંડલ (૯૨૩.૦૫) 

૮૪૮.૫૫ના બૉટમથી સુધારાતરફી છે. દૈનિક અને અઠવાડિક ધોરણે ઓવરબૉટ તેમ જ માસિક ધોરણે ન્યુટ્રલ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૯૨૫ ઉપર ૯૩૦, ૯૩૭ કુદાવે તો ૯૪૪, ૯૬૦, ૯૭૫, ૯૯૦ સુધીની શક્યતા. નીચામાં ૯૧૧ નીચે ૮૯૬ સપોર્ટ ગણાય. આ સાથે અઠવાડિક ચાર્ટ આપેલ છે.૮૪૮.૫૫ના બૉટમથી સુધારાતરફી છે. દૈનિક અને અઠવાડિક ધોરણે ઓવરબૉટ તેમ જ માસિક ધોરણે ન્યુટ્રલ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૯૨૫ ઉપર ૯૩૦, ૯૩૭ કુદાવે તો ૯૪૪, ૯૬૦, ૯૭૫, ૯૯૦ સુધીની શક્યતા. નીચામાં ૯૧૧ નીચે ૮૯૬ સપોર્ટ ગણાય. આ સાથે અઠવાડિક ચાર્ટ આપેલ છે.

એસબીઆઇ કાર્ડ (૭૫૦.૬૫)

૭૦૬.૦૭ના બૉટમથી સુધારાતરફી છે. દૈનિક ધોરણે ઓવરબૉટ, અઠવાડિક ધોરણે ન્યુટ્રલ તેમ જ મન્થ્લી ધોરણે ઓવરસોલ્ડ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૭૫૯ ઉપર ૭૬૫ કુદાવે તો ૭૭૧, ૭૭૬, ૭૯૭ સુધીની શક્યતા. નીચામાં ૭૩૫ સપોર્ટ ગણાય. આ સાથે અઠવાડિક ચાર્ટ આપેલ છે.

શૅરની સાથે શેર

હસ્તરેખાઓ સુકાઈ જાય એ સારું નહીં, કો’કનાં આંસુ લૂછી એને પલાળી આવીએ. - મુકેશ જોષી

business news share market stock market national stock exchange bombay stock exchange sensex nifty