27 March, 2023 02:47 PM IST | Mumbai | Ashok Trivedi
પ્રતિકાત્મક ફાઇલ તસવીર
વાચકમિત્રો, નિફ્ટી ફ્યુચર ગયા સપ્તાહ દરમ્યાન નીચામાં ૧૬,૮૬૬ સુધી આવી સાપ્તાહિક ધોરણે ૨૨૩.૧૦ પૉઇન્ટના નેટ ઘટાડે ૧૬,૯૫૫.૦૫ બંધ રહ્યું તેમ જ બીએસઈ ઇન્ડેક્સ ૪૬૨.૮૦ પૉઇન્ટના નેટ ઘટાડે ૫૭,૫૨૭.૧૦ બંધ રહ્યો. ઉપરમાં ૫૭,૯૩૫, ૫૮,૨૦૫, ૫૮,૪૧૯ મહત્ત્વની પ્રતિકારક સપાટી ગણાય. નીચામાં ૫૭,૦૮૪ નીચે ૫૬,૬૧૦, ૫૬,૧૪૭ સુધીની શક્યતા જોવા મળશે. આ સપ્તાહ ચાલુ વર્ષની અંતિમ મન્થ્લી એક્સપાયરીનું છે. પોઝિશન પ્રમાણે અફરાતફરી જોવાશે. બજાર હાઇલી ઓવરસોલ્ડ ઝોનમાં છે.
નિફ્ટી ફ્યુચરમાં ટૂંકા ગાળા અને મધ્યમ ગાળાનો પ્રવાહ નરમાઈતરફી છે. લાંબા ગાળાનો પ્રવાહ સુધારાતરફી છે. સપોર્ટ ૧૬,૭૬૪ ગણાય. (તા. ૧૫-૦૮-’૨૨થી શરૂ થયેલી ટેક્નિકલ વિશેની આ લેખમાળામાં અત્યાર સુધી ચાર્ટની ભૂમિકા, મૂવિંગ ઍવરેજ, ટ્રેન્ડ રિવર્સલ તેમ જ ટ્રેન્ડ લાઇન અને ટ્રેન્ડ ચૅનલ વિશે ટૂંકમાં સમજ્યા. આજે આપણે ડો. થિયરી વિશે જોઈશું. એના શોધક ચાલ્સ ડો. હતા. ડો. થિયરી એટલે મુખ્યત્વે બધી જ થિયરીઓનું ઉદ્ભવ સ્થાન. આ થિયરી પ્રમાણે ટ્રેન્ડ ત્રણ વિભાગમાં વહેંચાયેલો છે (૧) મેજર અથવા પ્રાઇમરી ટ્રેન્ડ, (૨) સેકન્ડરી અથવા ઇન્ટરમિડિયેટ ટ્રેન્ડ અને (૩) માઇનૉર અથવા શૉર્ટ ટમ ટ્રેન્ડ. મેજર ટ્રેન્ડની સરખામણી દરિયાની ભરતી-ઓટ સાથે અને સેકન્ડરી ટ્રેન્ડની સરખામણી દરિયાનાં મોજાંઓ સાથે કરવામાં આવે છે, જે ભરતી-ઓટ વખતે બને છે.) (ક્રમશ:) નિફ્ટી ફ્યુચરની ટૂંકા ગાળાની ઍવરેજ ૧૭,૧૮૯.૫૧ છે, જે ક્લોઝિંગ પ્રાઇસના આધારે રોજ બદલાયા કરે છે.
અદાણી પોર્ટ (૬૩૮.૦૦) : ૭૨૨ના ટૉપથી નરમાઈતરફી છે. દૈનિક ધોરણે ઓવરસોલ્ડ, અઠવાડિક ધોરણે ઓવરબૉટ તેમ જ મન્થ્લી ધોરણે ઓવરસોલ્ડ તરફની પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૬૫૭ ઉપર ૬૬૨ પ્રતિકારક સપાટી ગણાય. નીચામાં ૬૩૩ નીચે ૬૨૦, ૫૯૮ સુધીની શક્યતા જોવા મળશે.
મહાનગર ગૅસ (૯૬૦.૩૫) : ૧૦૦૬.૬૫ના ટૉપથી નરમાઈતરફી છે. દૈનિક ધોરણે ઓવરસોલ્ડ તરફ, અઠવાડિક તેમ જ મન્થ્લી ધોરણે ઓવરબૉટ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૯૭૧ ઉપર ૯૮૦ પ્રતિકારક સપાટી ગણાય. નીચામાં ૯૫૭ નીચે ૯૫૩, ૯૪૫, ૯૩૫, ૯૨૭, ૯૧૯ સુધીની શક્યતા જોવા મળશે.
બૅન્ક નિફ્ટી ફ્યુચર (૩૯,૪૨૩.૮૦) : ૪૧,૭૯૯ના ટૉપથી નરમાઈતરફી છે. દૈનિક ધોરણે ઓવરબૉટ, અઠવાડિક તેમ જ મન્થ્લી ધોરણે ઓવરસોલ્ડ તરફની પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૩૯,૮૧૦ ઉપર ૩૯,૯૩૦, ૪૦,૨૭૩ પ્રતિકારક સપાટી ગણાય. નીચામાં ૩૯,૦૭૭ અને ૩૮,૮૩૧ તૂટે તો ૩૮,૭૮૫, ૩૮,૩૬૫, ૩૭,૯૪૪, ૩૭,૫૨૫ સુધીની શક્યતા જોવા મળશે.
નિફ્ટી ફ્યુચર (૧૬,૯૫૫.૦૫)
૧૭૮૬૩.૯૦ના ટૉપથી નરમાઈતરફી છે. દૈનિક ધોરણે ઓવરબૉટ તરફ, અઠવાડિક ધોરણે ઓવરસોલ્ડ તેમ જ માસિક ધોરણે ઓવરસોલ્ડ તરફની પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૧૭,૧૨૦, ૧૭,૧૯૦, ૧૭,૨૩૮ મહત્ત્વની પ્રતિકારક સપાટી ગણાય. નીચામાં ૧૬,૮૬૬ નીચે ૧૬,૭૬૪ મહત્ત્વની સપાટી ગણાય, જે તૂટે તો ૧૬,૬૨૫, ૧૬,૩૮૫, ૧૬,૧૫૦, ૧૬,૦૦૦ સુધીની શક્યતા જોવા મળશે.
રિલાયન્સ (૨૨૦૩.૩૦)
૨૭૫૫ના ટૉપથી નરમાઈતરફી છે. દૈનિક ધોરણે ઓવરબૉટ તરફ, અઠવાડિક તેમ જ માસિક ધોરણે ઓવરસોલ્ડ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૨૨૪૫ ઉપર ૨૨૬૪, ૨૨૯૧ પ્રતિકારક સપાટી ગણાય. નીચામાં ૨૧૮૦ અને ૨૧૭૩ મહત્ત્વની સપાટી ગણાય, જે તૂટે તો ૨૧૪૦, ૨૦૭૫, ૨૦૩૯, ૨૦૧૧, ૧૯૯૬, ૧૮૮૨, ૧૮૧૮ સુધી વધ-ઘટે આવી શકે. આ સાથે મન્થ્લી ચાર્ટ આપ્યો છે.
એયુ સ્મૉલ ફાઇનૅન્સ બૅન્ક (૫૫૯.૯૦)
૬૯૪.૯૦ના ટૉપથી નરમાઈતરફી છે. દૈનિક, અઠવાડિક તેમ જ મન્થ્લી ધોરણે ઓવરસોલ્ડ તરફની પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૫૭૬ ઉપર ૫૯૪, ૫૯૧ પ્રતિકારક સપાટી ગણાય. નીચામાં ૫૪૮ નીચે ૫૩૮, ૫૨૨, ૪૯૧ સુધીની શક્યતા જોવા મળશે. આ સાથે મન્થ્લી ચાર્ટ આપ્યો છે.
શૅરની સાથે શેર
જગતનાં સર્વ સુખોથી ભલે જીવન સભર લાગે, ખજાનો સાવ ખાલી મા મને તારા વગર લાગે. - કિશોર બારોટ