20 March, 2023 05:51 PM IST | Mumbai | Ashok Trivedi
પ્રતિકાત્મક ફાઇલ તસવીર
વાચકમિત્રો, નિફ્ટી ફ્યુચર ગયા સપ્તાહ દરમ્યાન નીચામાં ૧૬,૯૧૮.૫૦ સુધી આવી સાપ્તાહિક ધોરણે ૨૭૪.૪૦ પૉઇન્ટના નેટ ઘટાડે ૧૭,૧૭૮.૧૫ બંધ રહ્યું તેમ જ બીએસઈ ઇન્ડેક્સ ૧૧૪૫.૨૩ પૉઇન્ટના નેટ ઘટાડે ૫૭,૯૮૯.૯૦ બંધ રહ્યો. ઉપરમાં ૫૮,૧૭૯ ઉપર ૫૮,૨૫૫, ૫૮,૬૬૦, ૫૮,૮૬૦ મહત્ત્વની સપાટી ગણાય. નીચામાં ૫૭,૫૦૩ નીચે ૫૭,૧૫૮ તૂટે તો ૫૭,૦૭૦, ૫૬,૬૧૦, ૫૬,૧૪૭ સપોર્ટ ગણાય. ૨૧થી ૨૩ માર્ચ ગેનની ટર્નિંગના દિવસો ગણાય. આ દિવસોના ઊંચા-નીચા ભાવોનો ઉપયોગ સ્ટૉપલોસ તરીકે કરી શકાય.
નિફ્ટી ફ્યુચરમાં ટૂંકા અને મધ્યમ ગાળાનો પ્રવાહ નરમાઈતરફી છે. લાંબા ગાળાનો ટ્રેન્ડ સુધારાતરફી છે. સપોર્ટ ૧૬,૭૬૪ ગણાય. (ડાઉન ટ્રેન્ડ વખતે ભાવો ટ્રેન્ડ ચૅનલમાં ગતિ કરતા હોય, પરંતુ નીચેની ચૅનલ લાઇન સુધી પહોંચ્યા વગર જ ઉપર તરફ પાછા વળે તો એને ટ્રેન્ડની નબળાઈ ગણી શકાય અને ભાવો ડાઉન ટ્રેન્ડ લાઇન ક્રૉસ કરીને ઉપરની તરફ આવશે એમ માની શકાય. અપ ટ્રેન્ડ વખતે ભાવો અપર ચૅનલને ક્રૉસ કરીને વધુ ઉપર જાય તો સારી એવી તેજી થશે એમ માની શકાય અને ડાઉન ટ્રેન્ડ વખતે ભાવો લોઅર ચૅનલને તોડીને વધુ નીચે જાય તો સારી એવી મંદી થશે એમ માની શકાય. આવા સમયે નવી ટ્રેન્ડ લાઇન દોરવામાં આવે છે. જ્યારે ટ્રેન્ડ ચૅનલ સરળતાથી દોરી શકાય એમ ન હોય ત્યારે ટ્રેન્ડ લાઇનને અનુસરવું જોઈએ. અનુભવના આધારે જ સચોટ ટ્રેન્ડ લાઇન અને ટ્રેન્ડ ચૅનલ દોરવાની અને સમજવાની કળામાં સફળતા મેળવી શકાય છે.) (ક્રમશ:) નિફ્ટી ફ્યુચરની ટૂંકા ગાળાની ઍવરેજ ૧૭,૩૩૯.૯૪ છે, જે ક્લૉઝિંગ પ્રાઇસના આધારે રોજ બદલાતી રહે છે.
એચડીએફસી લાઇફ (૪૭૧.૨૫) : ૬૨૦.૬૦નાં ટૉપથી નરમાઈતરફી છે. દૈનિક, અઠવાડિક તેમ જ મન્થ્લી ધોરણે ઓવરસોલ્ડ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૪૮૦ ઉપર ૪૮૭ પ્રતિકારક સપાટી ગણાય. નીચામાં ૪૫૭ નીચે ૪૪૭, ૪૨૦ સુધીની શક્યતા જોવા મળશે.
ગોદરેજ સી.પી. (૯૪૭.૪૫) : ૮૯૪.૨૦ના બૉટમથી સુધારાતરફી છે. દૈનિક અને અઠવાડિક ધોરણે ઓવરબૉટ તરફ તેમ જ મન્થ્લી ધોરણે ઓવરબૉટ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૯૫૭ ઉપર ૯૮૯, ૧૦૧૮ સુધીની શક્યતા જોવા મળશે. નીચામાં ૯૨૩ ક્લૉઝિંગ સપોર્ટ ગણાય.
આ પણ વાંચો: શૅરબજારમાં યુએસ ફેડનો ફફડાટ : આડેધડ તૂટતા સ્ટૉક્સથી ડરના ઝરૂરી હૈ...
બૅન્ક નિફ્ટી ફ્યુચર (૩૯,૭૪૦.૪૦): ૪૧,૭૯૯ના ટૉપથી નરમાઈતરફી છે. દૈનિક ધોરણે ઓવરસોલ્ડ, અઠવાડિક તેમ જ મન્થ્લી ધોરણે ઓવરસોલ્ડ તરફની પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૩૯,૯૩૦ ઉપર ૪૦,૦૫૬, ૪૦,૩૮૦ પ્રતિકારક સપાટી ગણાય. નીચામાં ૩૯,૧૩૬ નીચે ૩૮,૮૩૧ તૂટે તો ૩૮,૭૮૫, ૩૮,૩૬૫, ૩૭,૯૪૪, ૩૭,૫૨૫ સપોર્ટ ગણાય.
નિફ્ટી ફ્યુચર (૧૭,૧૭૮.૧૫)
૧૭,૮૬૩.૯૦ના ટૉપથી નરમાઈતરફી છે. દૈનિક અને અઠવાડિક ધોરણે ઓવરસોલ્ડ તેમ જ મન્થ્લી ધોરણે ઓવરસોલ્ડ તરફની પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૧૭,૨૩૫ ઉપર ૧૭,૨૬૩, ૧૭,૩૪૦, ૧૭,૩૯૦ પ્રતિકારક સપાટી ગણાય. નીચામાં ૧૭,૦૨૦ નીચે ૧૬,૯૧૮ તૂટે તો ૧૬,૯૦૩, ૧૬,૭૬૪ સપોર્ટ ગણાય. આ સાથે અઠવાડિક ચાર્ટ આપ્યો છે.
રિલાયન્સ (૨૨૨૩.૧૦)
૨૭૫૫ના ટૉપથી નરમાઈતરફી છે. દૈનિક, અઠવાડિક તેમ જ મન્થ્લી ધોરણે ઓવરસોલ્ડ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૨૨૬૯ ઉપર ૨૨૮૫, ૨૩૦૫, ૨૩૧૩ પ્રતિકારક સપાટી ગણાય. નીચામાં ૨૨૦૨ નીચે ૨૧૪૦, ૨૦૭૫, ૨૦૩૯, ૨૦૧૧, ૧૯૪૬, ૧૮૮૨, ૧૮૧૮ સુધીની શક્યતા જોવા મળશે. આ સાથે મન્થ્લી ચાર્ટ આપ્યો છે.
ઍસ્ટ્રાલ (૧૩૩૭.૫૦)
૧૬૧૦.૫૫નાં ટૉપથી નરમાઈતરફી છે. દૈનિક, અઠવાડિક તેમ જ મન્થ્લી ધોરણે ઓવરસોલ્ડ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૧૩૭૨ ઉપર ૧૩૮૬, ૧૪૧૫ પ્રતિકારક સપાટી ગણાય. નીચામાં ૧૩૨૫ નીચે ૧૨૮૪, ૧૩૩૫ સુધીની શક્યતા જોવા મળશે. ઉછાળે વેચવાલી જોવાશે. આ સાથે અઠવાડિક ચાર્ટ આપ્યો છે.
શૅરની સાથે શેર
હાથ ખાલી હોય તો પણ કંઈ જ ના કહેવાય, કોણ કોનું કાઢશે કાસળ ભલા માણસ. - નીરવ વ્યાસ.