14 September, 2024 08:57 AM IST | Washington | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
ચાર્ટર્ડે યુનાઇટેડ આરબ એમિરેટ્સ (UAE)માં ડિજિટલ ઍસેટ્સ માટેની કસ્ટડી-સર્વિસ શરૂ કરી છે. દુબઈ ફાઇનૅન્શિયલ સર્વિસિસ ઑથોરિટીએ એને લાઇસન્સ આપ્યું છે. શરૂઆતમાં બિટકૉઇન અને ઇથેરિયમ માટે જ આ સેવા પૂરી પાડવામાં આવશે. બ્રેવાન હૉવર્ડ ડિજિટલ એની આ સેવાની પ્રથમ ગ્રાહક બની છે. સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ બૅન્ક બીજી ડિજિટલ ઍસેટ્સ માટે પણ કસ્ટડી-સર્વિસ પૂરી પાડવાનું આયોજન ધરાવે છે.
અન્ય એક અહેવાલ મુજબ અમેરિકાના પ્રમુખપદના ઉમેદવાર અને ભૂતપૂર્વ પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પ પોતાના દીકરાઓ–ડોનલ્ડ જુનિયર અને એરિકના ક્રિપ્ટોકરન્સી પ્લૅટફૉર્મ–વર્લ્ડ લિબર્ટી ફાઇનૅન્શિયલનું લૉન્ચ કરવાના છે. દેશમાં પ્રમુખપદની ચૂંટણીના પચાસ દિવસ પહેલાં એટલે કે આગામી સોમવારે આ લૉન્ચિંગ કરવામાં આવશે.
દરમ્યાન વૈશ્વિક ક્રિપ્ટોકરન્સી માર્કેટમાં શુક્રવારે મિશ્ર વલણ રહ્યું હતું. બિટકૉઇન ૦.૬૦ ટકા વધીને ૫૮,૧૦૧ ડૉલરના સ્તરે પહોંચ્યો હતો. ઇથેરિયમ ૦.૮૫ ટકા, બાઇનૅન્સ ૧.૭૮ ટકા, ડોઝકૉઇન ૪.૨૯ ટકા અને અવાલાંશ ૧.૯૧ ટકા વધ્યા હતા. સોલાનામાં ૧.૫૧ ટકા, રિપલમાં ૦.૩ ટકા, ટ્રોનમાં ૧.૧૮ ટકા અને કાર્ડાનોમાં ૦.૮૭ ટકા ઘટાડો નોંધાયો હતો.