સાઉથ કોરિયાના વિદ્યાર્થીઓને ડિજિટલ ઍસેટ્સમાં રુચિ

28 June, 2024 08:50 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આઇસી૧૫ ઇન્ડેક્સ ૨૬૧ પૉઇન્ટ વધ્યો

પ્રતીકાત્મક તસવીર

વૈશ્વિક ક્રિપ્ટોકરન્સી માર્કેટમાં ગુરુવારે સાધારણ વૃદ્ધિ થઈ હતી. ૩.૦ વર્સે લૉન્ચ કરેલો વિશ્વનો સર્વપ્રથમ ક્રિપ્ટો ઇન્ડેક્સ–આઇસી૧૫ બપોરે ૪ વાગ્યે પૂરા થયેલા ૨૪ કલાકમાં ૦.૩૩ ટકા (૨૬૧ પૉઇન્ટ) વધીને ૭૮,૫૮૫ પૉઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ ૭૮,૩૨૪ ખૂલીને ૭૯,૧૪૭ની ઉપલી અને ૭૭,૬૩૩ પૉઇન્ટની નીચલી સપાટીએ ગયો હતો. ઇન્ડેક્સના ઘટકમાંથી અવાલાંશ, ટોનકૉઇન, સોલાના અને પોલકાડૉટ ૧થી ૪ ટકાની રેન્જમાં વધ્યા હતા, જ્યારે કાર્ડાનો, શિબા ઇનુ, ચેઇનલિન્ક અને ડોઝકૉઇન ૧થી ૨ ટકા ઘટ્યા હતા.

દરમ્યાન, ટર્કીની સંસદમાં ક્રિપ્ટો ખરડો પસાર થયો છે. એનો ઉદ્દેશ ક્રિપ્ટો ઉદ્યોગનું નિયમન કરવાનો અને ક્રિપ્ટો એક્સચેન્જો માટે લાઇસન્સ જરૂરી બનાવવાનો છે. બીજી બાજુ સાઉથ કોરિયાના વિદ્યાર્થીઓ ડિજિટલ ઍસેટ્સમાં રુચિ લેવા લાગ્યા છે. દેશમાં થયેલા એક સર્વેક્ષણમાં જાણવા મળ્યું છે કે વિદ્યાપીઠના વિદ્યાર્થીઓમાંથી ૪૦ ટકા વિદ્યાર્થીઓ ક્રિપ્ટો ઍસેટ્સ અને વિદેશી સ્ટૉક્સમાં રોકાણ કરી રહ્યા છે. 

crypto currency bitcoin business news