31 December, 2020 10:24 AM IST | Mumbai | Partnered Content
જિંદગી ઝડપી બની ગઇ છે ત્યારે શ્રી હરી મસાલાની મદદથી સ્વાદિષ્ટ ખાવાનું એકદમ ઝડપથી તૈયાર થઇ શકે છે
શ્રી હરી મસાલા એ ભારતના રેડી ટુ કૂક મસાલાની શ્રેણીમાં મોખરાનું નામ છે. આ પ્રેરણાત્મક સફરની શરૂઆત 2008માં થઇ જ્યારે શ્રી બાલકૃષ્ણ આઇ ગાંધીએ અમુક રેડી ટુ કૂક મસાલા લોન્ચ કર્યા જેમ કે દાબેલી મસાલો, સેવ ઉસળ મસાલો, સમોસા મસાલા, પાવભાજી મસાલા, છાશ મસાલા સલાડ વગેરે.
જિંદગી ઝડપી બની ગઇ છે ત્યારે શ્રી હરી મસાલાની મદદથી સ્વાદિષ્ટ ખાવાનું એકદમ ઝડપથી તૈયાર થઇ શકે છે કારણકે હાથવગાં હોય છે તમારા ઇન્સ્ટન્ટ મસાલા મિક્સ. આ મેજિકલ મસાલામાં બીજો કોઇપણ મસાલો ઉમેરવાની જરૂર નથી રહેતી, મીઠું કે મરચું પણ નહીં.
આ તબક્કે કંપનીની 52 અલગ અલગ વેરાઇટી છે જે રેડી ટુ કૂક મસાલાની વિશાળ રેન્જ છે અને તેમાં કાંદા-લસણ વગરના વિકલ્પો છે. આ શ્રેણીમાં બ્રેકફાસ્ટ, ફાસ્ટ ફૂડ મસાલા, લંચ ડિનર મસાલા જેવા વિકલ્પો છે અને ગુજરાતી, કાઠિયાવાડી, પંજાબી, ચાઇનિઝ, ફરાળી મસાલા (ઉપવાસ માટે ખાસ), ફરાળી ઇન્સ્ટન્ટ મિક્સ, ડિઝર્ટ મસાલા અને અથાણા માટે સિઝનલ મસાલા વગેરે છે.
આ તમામ ઉત્પાદનો આખા ગુજરાતમાં વિશાળ વિતરણ નેટવર્ક દ્વારા વેચવામાં આવે છે. કંપની જલ્દી જ તેમની પ્રોડક્ટની શ્રેણી મહારાષ્ટ્ર સહિત દેશના બીજા રાજ્યોમાં લૉન્ચ કરશે. અમારા વિતરકો દ્વારા પહોંચાડાશે અને અમારી સેલ્સ ટીમ દ્વારા તેનું સુપરવિઝન કરાશે અને માટે જ રિટેલિર્સને તાજો માલ નિયમિતપણે મળતો રહેશે, જેથી દરેક આઉટલેટના ગ્રાહકોને સંતોષકારક ઉત્પાદનો મળે.
21000 સ્ક્વેર ફિટના ફેક્ટરી સેટ અપમાં જે હાલોલ, વડોદરા નજીક ગુજરાતમાં છે ત્યાં ઉત્કૃષ્ટ કક્ષાની સવલતો છે અને ઓટોમેટિક મશિનરી અને સંસાધનો છે જેનાથી મસાલાનું ગ્રાઇન્ડિંગ, મિક્સિંગ અને પેકેજિંગ થાય છે અને તમામ ઉત્પાદનોની ગુણવત્તા અને સ્વાદમાં સાતત્ય રહે તેની પુરી તકેદારી રખાય છે.
કંપનીને ISO 22000 FSSAI અને સ્પાઇસ બોર્ડ ફોર મેન્યુ ફેક્ચરિંગ એન્ડ એક્સપોર્ટ હાઇ ક્વોલિટી અને હાઇજીન પ્રોસેસના સર્ટિફિકેશન મળ્યાં છે. વળી કંપનીને દિવ્ય ભાસ્કર બિઝનેસ ગ્રૂપ દ્વારા એમિનન્સ એવોર્ડ 2019, ‘ફાસ્ટેસ્ટ ડેવલપ્ડ બિઝનેસ ઇન શોર્ટ સ્પેન’ માટે એનાયત થયો છે અને આઇકોનિક ઇમર્જિંગ રેડી ટુ કૂક મસાલા બ્રાન્ડ હોવા બદલ ‘મિડડે ગૌરવ આઇકો એવોર્ડ 2020’ પ્રાપ્ત થયો છે.
વધુને વધુ દેશોમાં સ્વીકૃતિ મળવાને કારણકે કંપની પોતાની પ્રેઝન્સ વિદેશમાં પણ વધારશે. અમે અમારા બિઝનેસ એસોસિએટ્સ જે પોતાના વિસ્તારમાં શ્રી હરી મસાલાનાં નિકાસ અને વિતરણ માટે તૈયાર હોય તેમને આવકારીએ છીએ, આમ તેમને પણ અસાધારણ બિઝનેસની તક સાંપડશે.