23 December, 2022 03:03 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર
ભારતીય શૅરબજાર (Indian Stock Market) માટે સપ્તાહનો છેલ્લો ટ્રેડિંગ દિવસ બ્લેક ફ્રાઈડે (Black Friday) સાબિત થયો છે. સેન્સેક્સ (Sensex) 60,000ના સ્તરથી નીચે આવી ગયો છે, જ્યારે નિફ્ટી (Nifty) 18,000ની નીચે આવી ગયો છે. સેન્સેક્સ 884 પોઈન્ટ અથવા 1.45 ટકાના ઘટાડા સાથે 59,959 પોઈન્ટ પર ટ્રેડ કરી રહ્યો છે. NSEનો નિફ્ટી 300 પોઈન્ટ નીચે આવી ગયો હતો. હાલમાં નિફ્ટી 291 પોઈન્ટ અથવા 1.59 ટકાના ઘટાડા સાથે 17,836 પોઈન્ટ પર ટ્રેડ કરી રહ્યો છે.
મિડકેપ-સ્મોલકેપ શૅરોમાં સૌથી મોટો ઘટાડો
બજારમાં સૌથી મોટો ઘટાડો મિડકેપ શૅરોમાં જોવા મળ્યો છે. નિફ્ટીનો મિડકેપ ઈન્ડેક્સ 1029 પોઈન્ટ અથવા 3.28 ટકાના ઘટાડા સાથે ટ્રેડ થઈ રહ્યો છે. નિફ્ટીના સ્મોલ કેપ ઇન્ડેક્સમાં પણ 4.40 ટકાનો ઘટાડો જોવા મળી રહ્યો છે. શુક્રવારે સૌથી મોટો ઘટાડો મિડકેપ અને સ્મોલકેપ શૅરોમાં થયો છે. બજારમાં ઘટાડાની સ્થિતિ એ છે કે બૅન્ક નિફ્ટી 611 પોઈન્ટ અથવા 1.44 ટકા, નિફ્ટી આઈટી 1.28 ટકાના ઘટાડા સાથે ટ્રેડ કરી રહ્યો છે. એફએમસીજી સેક્ટરના શૅરોમાં પણ મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે. આ ઈન્ડેક્સ 707 પોઈન્ટ અથવા 1.56 ટકાના ઘટાડા સાથે ટ્રેડ થઈ રહ્યો છે.
ઊંધા માથે પડ્યું બજાર
સેન્સેક્સના 30 શૅરોમાંથી, એક સિવાયના તમામ શૅર લાલ નિશાનમાં ટ્રેડ થઈ રહ્યા છે. તો નિફ્ટીના 50 શૅરોમાં 3 શૅરો સિવાય તમામ 47 શૅરો ઘટાડા સાથે કારોબાર કરી રહ્યા છે.
અદાણી ગ્રુપના શૅરમાં મોટો ઘટાડો
અદાણી ગ્રુપના શૅરમાં આજે જોરદાર ધબડકો થયો છે. અદાણી પોર્ટ્સ 6 ટકા, અદાણી એન્ટરપ્રાઇઝ 4 ટકા, અદાવી પાવર 5 ટકા, અદાણી વિલ્મર 8 ટકા, અદાણી ટ્રાન્સમિશન 6.91 ટકા, અદાણી ટોટલ ગેસ 6.38 ટકા, અદાણી ગ્રીન એનર્જી 7.42 ટકા ડાઉન ટ્રેડ થઈ રહ્યા છે.
આ પણ વાંચો: છેતરામણા પ્રારંભિક સુધારા પછી સેન્સેક્સ ગગડ્યો, બજારનો આંતરપ્રવાહ ખરડાયો
ઉલ્લેખનીય છે કે માર્કેટ તાજેતરમાં જ નવી ઊંચાઈઓ સાથે ઐતિહાસિક સ્તરે પહોંચ્યું હતું. બોમ્બે સ્ટોક એક્સ્ચેન્જનો સૂચકાંક સેન્સેક્સ ૬૩,૦૦૦ની સપાટીને વટાવી ગયો હતો, જ્યારે નેશનલ સ્ટોક એક્સ્ચેન્જનો સૂચકાંક નિફ્ટી ૧૮,૦૦૦ની સપાટીને વટાવી ગયો હતો.