સ્કૅમ એલર્ટ: મોતીલાલ ઓસવાલ અને IIFLના નામે છેતરપિંડી કરનાર ગઠિયાઓના નામ NSEએ કર્યા જાહેર

06 June, 2024 03:55 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Share Market Scam Alert: આઈઆઈએફએલ અને મોતીલાલ ઓસવાલના નામે લોકો સાથે છેતરપિંડી કરતાં ઉજ્જ્વલ સિંહ અને હિમાંશુ કુમાર નામના બે લોકો બાબતે એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે.

પ્રતિકાત્મક ફાઇલ તસવીર

લોકસબાની ચૂંટણીના પરિણામ બાદ શેર માર્કેટ (Share Market Scam Alert) ક્રેશ થયું હતું, જો કે હવે તે ફરી પાટા પર ચડી રહ્યું છે. શેર માર્કેટ વધતાં જોઈને અનેક રોકાણકારોએ તેમાં રોકાણ કરવાનું શરૂ કર્યું છે, પરંતુ તેનો ફાયદો ઉઠાવી અમુક લોકોએ રોકાણકારો સાથે છેતરપિંડી કરી રહ્યા હોવાની જાહેરાત નેશનલ સ્ટૉક એક્સચેન્જ (NSE) દ્વારા કરવામાં આવી છે. એનએસસીએ આપેલી માહિતી મુજબ બે વ્યકતી પોતાને પ્રતિષ્ઠિત ઇન્વેસ્ટમેન્ટ કંપનીના એજન્ટ હોવાનું કહી સિક્યુરિટીઝ માર્કેટમાં ટ્રેડિંગ માટે ટિપ્સ અને સ્ટોક માર્કેટમાં રોકાણ માટે ખાત્રી આપવાના નાણાંકીય લાભોની ઓફર આપી તેમની સાથે ઠગાઇ કરી રહ્યા છે.

ઉજ્જ્વલ સિંહ નામના એક વ્યક્તિ પોતે "આઈઆઈએફએલ" નામની સંસ્થા સાથે સંબંધિત હોવાનું કહી લોકોને ખોટી રોકાણ ટિપ્સ અને વધુ નફો આપવાનો દાવો કરે છે, તેમ જ તેમની ખાનગી વિગતો પણ મેળવી લેય છે. જેથી આ વ્યકતીનો આઈઆઈએફએલ સાથે કોઈ સંબંધ નહીં હોવાની ખાતરી એનએસઇએ કરી છે. આ ગઠિયો 8823076979 મોબાઇલ નંબરથી લોકોનો સંપર્ક કરે છે. જેથી એનએસઇએ લોકોને તેની કોઈપણ માહિતી કે રોકાણ ન કરે તેવી સૂચના આપી છે.

આ સાથે જાણીતી કંપની મોતીલાલ ઓસવાલનો એજન્ટ હિમાંશુ કુમાર હોવાનું કહી લોકોને તેમની ઇન્વેસ્ટમેન્ટમાં મોટો ફાયદો અપાવવાનો વાયદો કરી છેતરપિંડી (Share Market Scam Alert) કરવાનો કિસ્સો પણ સામે આવ્યો છે. જેમાં આ વ્યકતી 9892640425 નંબરથી લોકોને ફોન કરીને શેર માર્કેટની ટ્રેડિંગ માટે ટિપ્સ, રોકાણની ખાત્રી આપી તેમને નાણાંકીય લાભની ઓફર આપે છે. જેથી કોઈપણ વ્યક્તિને પોતાનો આઇડી, પાસવર્ડ, ટ્રેડિંગ સંબંધિત માહિતી તેમ જ અન્ય કોઈ ખાનગી વિગતો આપવી નહીં એવી પણ સૂચના એનએસઇ દ્વારા આપવામાં આવી છે.

એનએસસી દ્વારા આઈઆઈએફએલ અને મોતીલાલ ઓસવાલના નામે લોકો સાથે છેતરપિંડી કરતાં ઉજ્જ્વલ સિંહ અને હિમાંશુ કુમાર નામના બે લોકો બાબતે એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે. જેથી તમને 8823076979 કે 9892640425 તેમ જ બીજા કોઈ શંકાસ્પદ નંબરથી ફોન આવે તો તમારા રોકાણની કે પછી કોઈ પણ ખાનગી વિગતો તેની સાથે શેર નહીં કરવી એવી પણ સલાહ આપવામાં આવી છે. એનએસઇની ઓફિશિયલ (Share Market Scam Alert) વેબ સાઇટ https://www.nseindia.com/invest/find-a-stock-broker પર રજીસ્ટર અને અધિકૃત શેર બ્રોકરની વિગતો પણ તમે જોઈ શકો છો. આ સાથે કોઈ અજાણી વ્યક્તિ શેર બજારનો એજન્ટ હવાનો દાવો કરે છે તો પણ આ વેબ સાઇટ વડે તમે માહિતી જોઈ શકો છો કે તે એનએસઇ કે બીજી કોઈ સંસ્થા કે કંપની સાથે રજીસ્ટર છે કે નહીં.

cyber crime share market stock market national stock exchange bombay stock exchange business news