શેર બજારમાં ધડાકો, સેન્સેક્સ 650 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોને રૂ. 2.7 લાખ કરોડનું નુકસાન

04 January, 2023 04:07 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

BSE પર લિસ્ટેડ તમામ કંપનીઓનું માર્કેટ કેપિટલાઇઝેશન ઘટીને રૂ. 281.9 લાખ કરોડ થવાને કારણે સેન્સેક્સ 660 પોઇન્ટથી વધુ તૂટી ગયો હતો. 

પ્રતીકાત્મક તસવીર

બે દિવસ સુધી ગ્રીન ઝોનમાં રહ્યા બાદ આજે રાત્રે યુએસ ફેડરલ રિઝર્વની મિનિટો રિલીઝ થાય તે પહેલા દલાલ સ્ટ્રીટમાં ગભરાટ ફેલાયો હતો. BSE પર લિસ્ટેડ તમામ કંપનીઓનું માર્કેટ કેપિટલાઇઝેશ ઘટીને રૂ. 281.9 લાખ કરોડ થવાને કારણે સેન્સેક્સ 660 પોઇન્ટથી વધુ તૂટી ગયો હતો. 

આજ કારણસર રોકાણકારોને રૂ. 2.7 લાખ કરોડથી વધુનું નુકસાન થયું છે. બુધવારે સેન્સેક્સ 636 પોઈન્ટના ઘટાડા સાથે 60657 પોઈન્ટ પર, નિફ્ટી 189 પોઈન્ટ ઘટીને 18042 પર અને બેંક નિફ્ટી 476 પોઈન્ટના ઘટાડા સાથે 42948 પોઈન્ટ પર બંધ થયો હતો.

business news sensex bombay stock exchange stock market