એમએસએમઈ પર ઇન્કમ ટૅક્સ ઍક્ટ, ૧૯૬૧ના સેક્શન ૪૩બી(એચ)ની શું અસર થાય છે?

27 February, 2024 07:00 AM IST  |  Mumbai | Janak Bathiya

આ સુધારો એવાય ૨૦૨૪-’૨૫ એટલે કે નાણાકીય વર્ષ ૨૦૨૩-’૨૪થી લાગુ કરવામાં આવ્યો  છે.

પ્રતીકાત્મક તસવીર

સેક્શન ૪૩બી(એચ) શું છે?
સેક્શન ૪૩બી(એચ) અનુસાર અસેસમેન્ટ વર્ષ ૨૦૨૪-’૨૫થી માઇક્રો, સ્મૉલ ઍન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝ ડેવલપમેન્ટ (એમએસએમઈડી) ઍક્ટના સેક્શન ૧૫માં ઉલ્લેખિત સમયમર્યાદા પછી એસએસી દ્વારા ચૂકવવાપાત્ર રકમને કેવળ વાસ્તવિક ચુકવણીના વર્ષમાં જ કપાત તરીકે મંજૂરી આપવામાં આવશે.

નીચે આપેલી શરતોનું અનુપાલન ન થાય તો મંજૂરી નહીં મળે
જો એમએસએમઈડી ઍક્ટના સેક્શન ૧૫માં ઉલ્લેખિત સમયમર્યાદા પછી ચુકવણી કરવામાં આવે તો  મંજૂરી નહીં મળે. સેક્શન ૧૫ એમએસએમઈને ચુકવણી કરવા માટે નીચેની મર્યાદાઅવધિ પ્રદાન કરે છે:
એ) પક્ષો વચ્ચે લેખિતમાં સંમત થયા મુજબ તારીખ અથવા એ પહેલાં, જે ૪૫ દિવસથી વધુ ન હોવી જોઈએ.
બી) જ્યારે કોઈ ઍગ્રીમેન્ટ ન થયું હોય ત્યારે ખરીદદાર દ્વારા સપ્લાયર પાસેથી માલ અથવા સેવાઓની સ્વીકૃતિ (અથવા માનવામાં આવેલી સ્વીકૃતિ)ના દિવસથી ૧૫ દિવસની સમાપ્તિ પહેલાં. 

કલમ ૪૩બી(એચ) ક્યાં લાગુ નથી પડતી? 
એમએસએમઈડી ઍક્ટ, ૨૦૦૬ હેઠળ નોંધાયેલ હોય તો પણ સેક્શન ૪૩બી(એચ)ની જોગવાઈઓ મીડિયમ એન્ટરપ્રાઇઝ પર લાગુ પડતી નથી, એમએસએમઈ વેપારમાં રોકાયેલા હોય એવા અને નોંધાયેના ન હોય એવા માઇક્રો અને સ્મૉલ એન્ટરપ્રાઇઝિસ પણ આવરી લેવામાં આવ્યા નથી.

આ સુધારાની વ્યવહારિકતા વિશે વધુ સ્પષ્ટતા મેળવવા માટે સેક્શન ૪૩બીમાં થયેલા સુધારા વિશે વારંવાર પુછાતા પ્રશ્નો (FAQ)
પ્ર. ૧ : કયા નાણાકીય વર્ષથી આ સુધારો લાગુ પડે છે?
ઉ. ૧ : આ સુધારો એવાય ૨૦૨૪-’૨૫ એટલે કે નાણાકીય વર્ષ ૨૦૨૩-’૨૪થી લાગુ કરવામાં આવ્યો  છે.

પ્ર. ૨ : સુધારેલી વ્યાખ્યા મુજબ એમએસએમઈ ઍક્ટ, ૨૦૦૬ મુજબ માઇક્રો અને સ્મૉલ એન્ટરપ્રાઇઝિસ કોણ છે?
ઉ. ૨ : માઇક્રો એન્ટરપ્રાઇઝ : પ્લાન્ટ અને મશીનરી અથવા ઇક્વિપમેન્ટ્સમાં એક કરોડ રૂપિયાથી વધુ રોકાણ ન હોય તેમ જ તેમનું ટર્નઓવર પાંચ કરોડ રૂપિયાથી વધુ ન હોય.
ii. સ્મૉલ એન્ટરપ્રાઇઝિસ : પ્લાન્ટ અને મશીનરી અથવા મશીનરી અને ઇક્વિપમેન્ટ્સમાં દસ  કરોડ રૂપિયાથી વધુ રોકાણ ન હોય તેમ જ તેમનું ટર્નઓવર પચાસ કરોડ રૂપિયાથી વધુ ન હોય.

પ્ર.૩ : ૩૧-૦૩-’૨૩ ના રોજ માઇક્રો અને સ્મૉલ એન્ટરપ્રાઇઝને આપવાની બાકી રહેલી રકમ માટે આ સુધારો લાગુ કરી શકાય છે કે કેમ?
ઉ. ૩ : આ સુધારો એવાય ૨૦૨૪-’૨૫ એટલે કે નાણાકીય વર્ષ ૨૦૨૩-’૨૪થી લાગુ કરવામાં આવ્યો છે. એટલે આ સુધારો ૩૧-૩-’૨૩ સુધીમાં માઇક્રો અને સ્મૉલ એન્ટરપ્રાઇઝિસ માટે બાકી રકમ માટે લાગુ નથી. એ ૧લી એપ્રિલ ૨૦૨૪થી વ્યવહારમાં લાગુ થશે.

પ્ર. ૪ : સેક્શન ૪૩બી(એચ) હેઠળ નામંજૂર થઈ હોય એવી વર્ષને અંતે કરેલી જોગવાઈની કેવી રીતે કાર્યવાહી કરવામાં આવશે?
ઉ. ૪ : આ સંદર્ભમાં માલ અથવા સેવાઓની વાસ્તવિક ડિલિવરીથી ૧૫-૪૫ દિવસની અંદર ચુકવણી કરવી આવશ્યક છે. એટલે વર્ષના અંત સુધી માલ અથવા સેવાઓની વાસ્તવિક ડિલિવરી ન થઈ હોય તો કોઈ પણ જોગવાઈ માટે સેક્શન ૪૩બી(એચ) હેઠળ કોઈ મંજૂરી ન આપી શકાય.

પ્ર. ૫ : જે એસએસી પ્રિઝમ્પટિવ ટૅક્સેશન પસંદ કરે છે એટલે કે ૪૪એડી/૪૪એડીએ/૪૪એઈ વગેરે, શું તેણે સેક્શન ૪૩બી(એચ) હેઠળ નામંજૂરી ખમવી પડશે?
ઉ. ૫ : જો એસએસીએ પ્રિઝમ્પટિવ ટૅક્સેશન પસંદ કર્યું હોય તો એને સેક્શન ૪૩બી લાગુ પડતું નથી.  એટલે આવા કિસ્સાઓમાં કોઈ નામંજૂરીનો પ્રશ્ન 
રહેતો નથી. 

પ્ર. ૬ : સેક્શન ૪૩બીમાં દાખલ કરાયેલી નવી કલમ (એચ)નો મહત્તમ ફાયદો માઇક્રો અને સ્મૉલ એન્ટરપ્રાઇઝ કેવી રીતે મેળવી શકે છે?
ઉ. ૬ : એન્ટરપ્રાઇઝ નીચેનાં પગલાંઓને ધ્યાનમાં લઈ શકે છે : 
i. માન્ય એમએસએમઈ ઉદ્યમ રજિસ્ટ્રેશન કરાવો. 
ii. એના રજિસ્ટ્રેશન નંબરને બધા ઇન્વૉઇસિસ પર ટાંકવો અને જે પ્રમાણે લાગુ પડતું હોય એમ માઇક્રો/સ્મૉલ એન્ટરપ્રાઇઝ તરીકે ઉલ્લેખ કરો. 
iii. પેમેન્ટ કરવાની શરતોના ઇન્વૉઇસ પર જ સ્પષ્ટતા કરો, જેમ કે ઇન્વૉઇસ અપાયાના-સેવાની સમાપ્તિના-માલ અપાયાના ૩, ૫, ૧૦, ૧૫, ૩૦ દિવસની અંદર ચુકવણી કરવી. 
iv. જો ચુકવણી નિર્ધારિત તારીખની અંદર ન મળી હોય તો ગ્રાહકોને લેણાં ત્વરિત ચૂકવવા માટે નિર્દેશ કરતો પત્ર મોકલો.

business news share market goods and services tax income tax department