13 October, 2022 05:20 PM IST | Mumbai | Jayesh Chitalia
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય : આઇસ્ટૉક)
બ્રોકરેજ હાઉસે હવેથી દર મહિનાના પ્રથમ શુક્રવારે ગ્રાહકોનાં નાણાં તેમનાં બૅન્ક-ખાતાંમાં જમા કરાવી દેવાનાં રહેશે એ નિર્ણયનો સેબીનો હેતુ સારો
શું તમે તમારા બ્રોકર સાથે બહુ બધા સોદા કરતા રહો છો? તમારાં નાણાં બ્રોકર પાસે પડ્યાં રહેતાં હોય છે, એનું શું થાય છે એની તમને ખબર ન હોય એવું બની શકે. અલબત્ત, તમને બ્રોકર એ નાણાં માગો ત્યારે પરત આપી શકે, પરંતુ હવે પછી દર મહિનાના પ્રથમ શનિવારે પ્રત્યેક બ્રોકરેજ હાઉસે તેમના ગ્રાહકોનાં બૅન્ક-અકાઉન્ટમાં પોતાની પાસે પડેલાં વણવપરાયેલાં નાણાં ફરજિયાત તમારાં બૅન્ક-ખાતાંમાં ટ્રાન્સફર કરી દેવાનાં રહેશે. સેબીએ ૭ ઑક્ટોબરથી આનો અમલ શરૂ કરાવી દીધો છે. એક રીતે સાચી અને સારી લાગતી આ બાબત બીજી રીતે બ્રોકરો અને ગ્રાહકો માટે ક્યાંક મુશ્કેલ પણ બની છે. જોકે બ્રોકરો સેબીની વિરુદ્ધ જઈ શકે એમ નથી. સેબીનું લક્ષ્ય છે કે બ્રોકરો ગ્રાહકોનાં નાણાંનો કોઈ પણ રીતે દુરુપયોગ ન કરે. વ્યવહારું દૃષ્ટિએ આ સૂચના બન્ને માટે કઠિન સાબિત થાય એવી હોવાની ફરિયાદ બ્રોકરો-ગ્રાહકો તરફથી વ્યક્ત થઈ રહી છે, કારણ કે સેબીએ હવે શૅર પરના માર્જિન, ઍડ્વાન્સ પેમેન્ટ અને ડિલિવરીના નિયમો એવા સખત કરી નાખ્યા છે કે ગ્રાહકો નાણાં જમાં કરાવ્યાં વિના સોદા કરી શકે નહીં, ત્યારે સેબીના નવા નિયમથી દર મહિનાના પ્રથમ શુક્રવાર બાદ શૅર ખરીદવા હશે તો ગ્રાહકે પહેલાં નાણાં જમાં કરાવવાં પડશે. અગાઉ તેમનાં નાણાં બ્રોકરેજ હાઉસમાં પડ્યાં રહેતાં હોવાથી (તેમની પોતાની મરજી સાથે) તેઓ તરત સોદા કરી શકતા હતા. હવે આ કાર્ય તેમની માટે ક્યાંક કઠિન જરૂર બનશે. બીજી બાજુ, બ્રોકરેજ હાઉસના અગ્રણીઓ સેબીના ભયથી પોતાનું નામ આપ્યા વિના કહે છે કે તેમના અકાઉન્ટમાંથી એક જ દિવસે બધા જ ગ્રાહકોનાં નાણાં બહાર નીકળી જશે. અગાઉ જુદા-જુદા ગ્રાહકોનાં નાણાં જુદા-જુદા સમયે બહાર જતાં હતાં, પરંતુ હવેએક જ દિવસે એકસાથે ફરજિયાત બધાં જ નાણાં બહાર નીકળી જવાના હોવાથી તેમની-બ્રોકરેજ હાઉસની અને બજારની પ્રવાહિતાને ચોક્કસ અસર થઈ શકે.
નવા નિયમનો અમલ
અગાઉ સ્ટૉક બ્રોકરો પાસેના ક્લાયન્ટ્સનાં રનિંગ અકાઉન્ટ્સનું ૩૦થી ૯૦ દિવસમાં એક વાર સેટલમેન્ટ કરવામાં આવતું હતું. હવે સેબીના નવા નિયમ મુજબ આવું પ્રથમ સેટલમેન્ટ ૭ ઑક્ટોબર, ૨૦૨૨ના રોજ કરાયું, જેમાં ટ્રેડિંગ મેમ્બર્સ દ્વારા પૂરી પાડવામાં આવેલી માહિતી અનુસાર ૧.૨૩ કરોડ ક્લાયન્ટ્સના ૩૧,૮૮૪ કરોડ રૂપિયા છુટા કરવામાં આવ્યા હતા
અને ક્લિયરિંગ કૉર્પોરેશન્સે ૩૦,૧૭૩ કરોડ રૂપિયાની ફિક્સ્ડ ડિપોઝિટ્સછૂટી કરી હતી. અલબત્ત, આનિયમથી તમામ સંબંધિત પાર્ટીઓનો કામકાજનો બોજ વધશે, કેમ કે અગાઉના ૯૦ દિવસ સામે હવે એ કામ ૩૦ દિવસમાં પતાવવાનું આવ્યું છે.
અમલ માટે કેવા પ્રયાસ થયાદેશનાં સ્ટૉક એક્સચેન્જિસ અને ક્લિયરિંગ કૉર્પોરેશન્સે એક સંયુક્ત જાહેર નિવેદનમાં જણાવ્યું છે કે સેબીના સિંગલ ડે સેટલમેન્ટ પ્રોસેસ સંબંધિત આદેશનું સરળતાથી પાલન થઈ શકે એ માટે ટ્રેડિંગ મેમ્બર્સ સાથે વેબિનાર્સ યોજવામાં આવ્યા હતા અને રનિંગ અકાઉન્ટ સેટલમેન્ટ સંબંધિત બધા સવાલોના જવાબ આપવામાં આવ્યા હતા. બ્રોકર્સના સવાલોના ઉત્તર આપવા માટે એક્સચેન્જિસ અને ક્લિયરિંગ કૉર્પોરેશન્સે એક ખાસ ટીમ ફાળવી હતી. ક્લિયરિંગ કૉર્પોરેશન્સે રોકડ કે ફિક્સ્ડ ડિપોઝિટ્સ ગયા શુક્રવારે છૂટી કરવાની મેમ્બર્સની વિનંતીઓને સ્વીકારવા માટેની વિન્ડોના સમયને લંબાવ્યો હતો. રોકાણકારોમાં રનિંગ અકાઉન્ટ સેટલમેન્ટ પ્રતિ જાગૃતિ લાવવાના હેતુથી એક્સચેન્જિસે રોકાણકારોને તેમના રજિસ્ટર્ડ ઈ-મેઇલ આઇડી પર ૭ ઑક્ટોબર, ૨૦૨૨ના રોજની પતાવટની જાણ કરવામાં આવી હતી.
એક જ દિવસે ક્લાયન્ટ્સનાં ફંડ્સની પતાવટ વિના અવરોધેપાર પાડી શકાઈ એ માટે સેબીનાટેકા અને માર્ગદર્શનની સરાહના કરાઈ છે તેમ જ સહભાગી બૅન્કો અને મેમ્બર્સ અસોસિએશન્સનો આભાર પણ આ નિવેદનમાં માનવામાં આવ્યો છે.