જીડીપીની હરણફાળ માટે દેશમાં બચત ને રોકાણ સાવ અપૂરતાં

31 March, 2023 02:42 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ઇન્ડિયા રેટિંગ્સ મુજબ રોકાણનો મોટો હિસ્સો ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં હોવો જોઈએ,

પ્રતિકાત્મક ફાઇલ તસવીર

અર્થતંત્રને આઠ ટકા વૃદ્ધિના માર્ગે પાછું ખેંચવા માટે સતત ધોરણે બચત અને રોકાણ દરને ૩૫ ટકા નજીક લાવવાની જરૂર પડશે, જે નાણાકીય વર્ષ ૨૦૨૨માં અનુક્રમે ૩૦.૨ અને ૨૯.૬ ટકા હતા એમ એક અહેવાલમાં જણાવાયું છે. ઇન્ડિયા રેટિંગ્સ મુજબ રોકાણનો મોટો હિસ્સો ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં હોવો જોઈએ, જે પુરવઠાની મર્યાદાઓને હળવી કરીને ખાનગી રોકાણોને પુનર્જીવિત કરવામાં મદદ કરી શકે છે અને વૈશ્વિક અનિશ્ચિતતાને કારણે બાહ્ય માગની નબળાઈને સરભર કરી શકે છે.

બચત-રોકાણના તફાવતને અંકુશમાં રાખવા માટે વધુ રોકાણોની સાથે વધુ સ્થાનિક બચત પણ હોવી જોઈએ. અહેવાલમાં નોંધવામાં આવ્યું છે કે હવે મોટી ખૂટતી કડી એ છે કે સરકારનું ધ્યાન માળખાકીય સુવિધાઓ પર મૂડીખર્ચમાં વધારો કરવા પર છે, પરંતુ બચતને પ્રોત્સાહિત કરવા માટે પૂરતા પ્રમાણમાં પગલાં નથી લેવાયાં.

business news indian economy gdp