28 December, 2022 06:17 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
ભારતીય રૂપિયો ડૉલર સામે મંગળવારે સરેરાશ ૨૦ પૈસા નબળો પડીને ૮૨.૮૫ની સપાટી પર બંધ રહ્યો હતો, પરંતુ ઍનલિસ્ટો કહે છે કે રૂપિયામાં સૌથી ખરાબ તબક્કો ચાલુ વર્ષે પૂરો
થઈ ગયો છે અને ૨૦૨૩માં રૂપિયામાં રિકવરી આવે એવી સંભાવના છે. એચડીએફસી બૅન્કના ખજાનચીએ જણાવ્યું હતું કે ભારતીય રૂપિયામાં ૨૦૨૨માં સૌથી ખરાબ સ્થિતિ જોવા મળી છે અને નવા વર્ષમાં એ પુનઃ સુધરવાનું શરૂ કરી શકે છે, જે રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયાને તેના વિદેશી વિનિમય અનામતનો ભંડાર ફરીથી ઉપર લાવવામાં મદદ કરશે. બૅન્કના ઓવરસીઝ ટ્રેઝરીના એક્ઝિક્યુટિવ વાઇસ પ્રેસિડેન્ટ ભાસ્કર પાંડાએ જણાવ્યું હતું કે ‘વૃદ્ધિનો તફાવત અને વધુ સારા વળતરની ભાવિ સંભાવનાઓ ભારતમાં રોકાણ ચાલુ રાખવા માટે પ્રોત્સાહન આપશે, એથી હું રૂપિયામાં વધુ પડતા ઘસારાની અપેક્ષા રાખતો નથી અને આગળ ઉપર રૂપિયો સુધરી શકે છે.