અલ નીનોને કારણે ચોખાના ભાવ ઊંચા રહે એવી ધારણા

12 May, 2023 02:43 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ઇન્ડોનેશિયા, ફિલિપીન્સ અને મલેશિયા જેવા દેશો વધુ ચોખા ખરીદવાનું વિચારી રહ્યા હોવાથી ચોખાના ભાવ વધી રહ્યા છે એમ ધ રાઇસ એક્સપોર્ટર્સ અસોસિએશન ઑફ ઇન્ડિયાના પ્રમુખ બીવી ક્રિષ્ના રાવે જણાવ્યું હતું.

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય આઇસ્ટૉક)

અલ નીનોની આગાહીને કારણે ચોખાની બજારમાં તેજી આવી છે અને આગામી દિવસોમાં પણ ભાવ ઊંચા રહે એવી ધારણા છે. સફેદ ચોખા (કાચા)ના ભાવ સમગ્ર એશિયામાં વધ્યા છે, કારણ કે કેટલાક દેશો અનાજ પર આધાર રાખે છે, કારણ કે મુખ્ય ખોરાક એવા ચોખાને અલ નીનોથી ઊભી થતી કોઈ પણ સમસ્યાને દૂર કરવા માટે સ્ટૉક બનાવી રહ્યા છે, જે ૨૦૨૩ના બીજા ભાગમાં વિકસિત થવાની સંભાવના છે. ઇન્ડોનેશિયા, ફિલિપીન્સ અને મલેશિયા જેવા દેશો વધુ ચોખા ખરીદવાનું વિચારી રહ્યા હોવાથી ચોખાના ભાવ વધી રહ્યા છે એમ ધ રાઇસ એક્સપોર્ટર્સ અસોસિએશન ઑફ ઇન્ડિયાના પ્રમુખ બીવી ક્રિષ્ના રાવે જણાવ્યું હતું.

ફિલિપીન્સની આસપાસના ટાપુઓમાંથી વધુ માગ છે. મલેશિયાનું બજાર પણ ખુલ્લું છે. અમે વિયેતનામ પાસેથી પણ પૂછપરછ કરી રહ્યા છીએ એમ વીઆર વિદ્યાસાગર, ડિરેક્ટર, બલ્ક લૉજિક્સે જણાવ્યું હતું.

આ મહિનાના અંત સુધીમાં વિયેતનામમાં નવા પાકનું આગમન થવાની સંભાવના છે. ખરીદદારો અમને શિપમેન્ટ ઝડપી કરવા માટે કહી રહ્યા છે, એમ ઍગ્રી કૉમોડિટીઝ એક્સપોર્ટર્સ અસોસિએશનના પ્રમુખ મદન પ્રકાશે જણાવ્યું હતું.

વર્ષ ૨૦૦૭-૦૮માં અલ નીનો આવ્યો ત્યારે મલેશિયા અને ફિલિપી‌ન્સને ચોખાના એક હજાર ડૉલર જેટલા ઊંચા ભાવ ચૂકવવા પડ્યા હતા, જેનું રિપીટેશન ન થાય એ માટે અત્યારથી જ તેઓ ખરીદી કરી રહ્યા છે, જેને પગલે બજારો ઊંચકાયાં છે.

business news commodity market