04 April, 2023 04:26 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતિકાત્મક ફાઇલ તસવીર
રીટેલ ફુગાવાને નીચે લાવવા અને વૈશ્વિક સમકક્ષો સાથે ગતિ જાળવી રાખવાના દબાણ હેઠળ, રિઝર્વ બૅન્ક બેન્ચમાર્ક વ્યાજદરમાં ૨૫ બેસિસ પૉઇન્ટ એટલે કે ૦.૨૫ ટકાનો વધારો કરી શકે છે, જે મે ૨૦૨૨માં શરૂ થયેલા વર્તમાન નાણાકીય કડક નીતિના ચક્રમાં કદાચ છેલ્લો વધારો હશે. રિઝર્વ બૅન્ક ચાલુ નાણાકીય વર્ષની પહેલી ધિરાણનીતિ ગુરુવારે ૬ એપ્રિલે જાહેર કરશે.
નાણાકીય વર્ષ ૨૦૨૩-’૨૪ માટે પ્રથમ દ્વિ-માસિક નાણાકીય નીતિ બહાર પાડતાં પહેલાં વિવિધ સ્થાનિક અને વૈશ્વિક પરિબળોને ધ્યાનમાં લેવા માટે રિઝર્વ બૅન્કની નાણાકીય નીતિ સમિતિ ૩, ૫ અને ૬ એપ્રિલે ત્રણ દિવસ માટે બેઠક શરૂ કરી છે.