રિઝર્વ બૅન્કે જીડીપી ગ્રોથનો અંદાજ વધારી ૬.૫ ટકા મૂક્યો

07 April, 2023 03:41 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

રિઝર્વ બૅન્કના ગવર્નરે જણાવ્યું હતું કે તમામ પરિબળોને ધ્યાનમાં લેતાં ૨૦૨૩-’૨૪ માટે વાસ્તવિક જીડીપી વૃદ્ધિ ૬.૫ ટકા રહેવાનો અંદાજ છે,

પ્રતિકાત્મક તસવીર

રિઝર્વ બૅન્કે ગુરુવારે રવિ પાકના ઊંચા ઉત્પાદન, કૉમોડિટીના ભાવમાં સ્થિરતા અને સરકારની ઉચ્ચ મૂડીખર્ચની યોજનાને કારણે ચાલુ નાણાકીય વર્ષ માટે ભારતનો આર્થિક વૃદ્ધિ અંદાજ-જીડીપીને નજીવો વધારીને ૬.૫ ટકા કર્યો હતો. બૅન્કે અગાઉ જીડીપીનો અંદાજ ૬.૪ ટકા રહેવાનો અંદાજ મૂક્યો હતો.

વર્ષ ૨૦૨૨-’૨૩માં ભારતના જીડીપીમાં ૭ ટકાનો વધારો થવાની ધારણા છે. રિઝર્વ બૅન્કના ગવર્નરે જણાવ્યું હતું કે તમામ પરિબળોને ધ્યાનમાં લેતાં ૨૦૨૩-’૨૪ માટે વાસ્તવિક જીડીપી વૃદ્ધિ ૬.૫ ટકા રહેવાનો અંદાજ છે, જેમાં પહેલા ક્વૉર્ટરમાં ૭.૮ ટકા, બીજામાં ૬.૨ ટકા, ત્રીજામાં ૬.૧ ટકા અને ચોથામાં ૫.૯ ટકાનો અંદાજ છે. 

જોકે, દાસે ઉમેર્યું હતું કે વૈશ્વિક અનિશ્ચિતતાનાં પરિબળોમાં વધારો થવાને કારણે ચોખ્ખી બાહ્ય માગમાંથી ખેંચાણ ચાલુ રહી શકે છે. લાંબા સમય સુધી ભૌગોલિક રાજકીય તણાવ અને વૈશ્વિક નાણાકીય બજારની અસ્થિરતા દૃષ્ટિકોણ માટે નકારાત્મક જોખમો ઊભાં કરે છે.

business news commodity market gdp indian economy reserve bank of india