22 October, 2022 05:33 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
રિલાયન્સ જિયો ઇન્ફોકૉમે શુક્રવારે સપ્ટેમ્બર ક્વૉર્ટરમાં તેના ચોખ્ખા નફામાં વાર્ષિક ધોરણે ૨૮ ટકાનો વધારો કરીને ૪૫૧૮ કરોડ રૂપિયા નોંધાવ્યો છે. અગાઉના નાણાકીય વર્ષના સમાન સમયગાળામાં તેનો ચોખ્ખો નફો ૩૫૨૮ કરોડ રૂપિયા હતો, એમ કંપનીએ નિયમનકારી ફાઇલિંગમાં જણાવ્યું હતું.
ઑપરેશન્સમાંથી આવક ૨૦.૨ ટકા વધીને ૨૨,૫૨૧ કરોડ રૂપિયા થઈ છે, જે એક વર્ષ અગાઉના ગાળામાં ૧૮૭૩૫ કરોડ રૂપિયા હતી.
જિયો સમગ્ર દેશમાં 5G સેવા શરૂ કરવા જઈ રહી છે એ પહેલાં પરિણામો જાહેર થયાં છે. આ મહિનાની શરૂઆતમાં, જિયોએ જાહેરાત કરી હતી કે એ પાંચમી ઑક્ટોબરથી ગ્રાહકોના પસંદગીના સેટ સાથે દિલ્હી, મુંબઈ, કલકત્તા અને વારાણસીનાં ચાર શહેરોમાં તેની 5G સેવાઓની બીટા ટ્રાયલ શરૂ કરશે. સરકારને ત્રણ કંપનીમાંથી ૯૫૨ કરોડ રૂપિયાનું ડિવિડન્ડ મળ્યું.