રિલાયન્સ-જિયોએ સિન્ડિકેટ લોનમાં પાંચ અબજ ડૉલર ભેગા કર્યા છે

06 April, 2023 03:09 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ભારતના કૉર્પોરેટ ઇતિહાસની સૌથી મોટી સિન્ડિકેટ લોન

પ્રતીકાત્મક તસવીર

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને એની ટેલિકૉમ શાખા જિયો ઇન્ફોકૉમે બૅક-ટુ-બૅક ફૉરેન કરન્સી લોનમાં કુલ પાંચ અબજ ડૉલર એકત્ર કર્યા છે, જે ભારતના કૉર્પોરેટ ઇતિહાસમાં સૌથી મોટી સિન્ડિકેટ લોન છે, એમ સૂત્રોએ જણાવ્યું હતું. રિલાયન્સે ગયા અઠવાડિયે પંચાવન બૅન્કો પાસેથી ત્રણ અબજ ડૉલરનું ભંડોળ એકત્ર કર્યું હતું અને રિલાયન્સ જિયો ઇન્ફોકૉમે ૧૮ બૅન્કો પાસેથી બે અબજ ડૉલરની વધારાની ક્રેડિટ મેળવી હતી, એમ આ ઘટનાથી વાકેફ સૂત્રોએ જણાવ્યું હતું.

કંપનીનું કુલ ત્રણ અબજ ડૉલરનું ધિરાણ ૩૧ માર્ચે બંધ થયું હતું અને બે અબજ ડૉલરની ઍડ-ઑન સુવિધા મંગળવારે સુરક્ષિત કરવામાં આવી હતી.

રિલાયન્સ મુખ્યત્વે એના મૂડીખર્ચ માટે એકત્ર કરાયેલ ભંડોળનો ઉપયોગ કરશે, જ્યારે જિયો એના રાષ્ટ્રવ્યાપી 5G નેટવર્ક રોલઆઉટને ફાઇનૅન્સ કરવા માટે નાણાંનો ઉપયોગ કરશે.

ત્રણ અબજ ડૉલરના પ્રાથમિક સિન્ડિકેશનમાં લગભગ પંચાવન ધિરાણકર્તાઓ સામેલ છે, જેમાં લગભગ બે ડઝન તાઇવાની બૅન્કો તેમ જ બૅન્ક ઑફ અમેરિકા, એસએસબીસી, એમયુએફસી, સિટી, એસએમબીસી, મિઝુહો અને ક્રેડિટ ઍગ્રીકોલ જેવી વૈશ્વિક જાયન્ટ્સ બૅન્કો સામેલ છે.

business news mukesh ambani jio reliance