07 February, 2023 02:55 PM IST | Bengaluru | Gujarati Mid-day Correspondent
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ હાઇડ્રોજનથી ચાલતી ટ્રક લૉન્ચ કરવાની તૈયારીમાં
અબજોપતિ મુકેશ અંબાણીની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે બૅન્ગલોરમાં ઇન્ડિયા એનર્જી વીકમાં હાઇડ્રોજન પર ચાલતી ટ્રકનું પ્રદર્શન કર્યું હતું, જે સૌથી સ્વચ્છ જાણીતું ઈંધણ છે અને એમાંથી ઉત્સર્જન માત્ર પાણી અને ઑક્સિજન છે.
અશોક લેલૅન્ડ દ્વારા બે મોટાં હાઇડ્રોજન સિલિન્ડરો સાથે ઉત્પાદિત ટ્રક મુખ્ય સ્થળની બાજુમાં એક હૉલમાં મૂકવામાં આવી હતી જ્યાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ત્રણ દિવસીય ઇવેન્ટનું ઉદ્ઘાટન કર્યું હતું જે ‘વૃદ્ધિ, સહયોગ, સંક્રમણ’ની થીમ પર આધારિત છે.
ટ્રકની નજીકના ડિસ્પ્લેએ જણાવ્યું હતું કે આ ‘ભારતની પહેલી H2ICE ટેક્નૉલૉજી ટ્રક ઑન રોડ છે.
ટ્રકમાં ‘શૂન્ય ઉત્સર્જન’ હોય છે, જ્યારે એ પરંપરાગત ડીઝલની જગ્યાએ હાઇડ્રોજનનો ઈંધણ તરીકે ઉપયોગ કરે છે અથવા તો તાજેતરમાં રજૂ કરાયેલા લિક્વિફાઇડ નૅચરલ ગૅસનો ઉપયોગ કરે છે.
‘H2ICE વાહનનું પ્રદર્શન ડીઝલ આઇસીઈ સાથે સમાન છે,’ એમ તેમણે જણાવ્યું હતું. H2 એ હાઇડ્રોજનનું સૂત્ર છે અને ICE એટલે આંતરિક કમ્બશન એન્જિન.
ભારત હાઇડ્રોજનના ઉપયોગ માટે દબાણ કરી રહ્યું છે, જે વીજળીનો ઉપયોગ કરીને પાણીને વિભાજિત કરીને ઉત્પન્ન કરી શકાય છે.
સૌર અને પવન જેવા પુનઃપ્રાપ્ય સ્ત્રોતોમાંથી ઉત્પન્ન થતી વીજળીનો ઉપયોગ એને ગ્રીન હાઇડ્રોજન તરીકે લાયક બનાવે છે.