10 March, 2023 04:42 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મુકેશ અંબાણી
રિલાયન્સ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ જે ઝડપથી આગળ વધતી કન્ઝ્યુમર ગુડ્સ આર્મ અને રિલાયન્સ રીટેલ વેન્ચર્સની પેટાકંપની છે એ કંપનીએ નવા યુગના ભારત માટે બનેલી આઇકૉનિક બ્રૅન્ડ, કૅમ્પા લૉન્ચ કરવાની જાહેરાત કરી હતી.
કૅમ્પા પોર્ટફોલિયો શરૂઆતમાં સ્પાર્કલિંગ બેવરેજ કૅટેગરીમાં કૅમ્પા કોલા, કૅમ્પા લેમન અને કૅમ્પા ઑરેન્જનો સમાવેશ કરશે. રિલાયન્સ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સે એક નિવેદનમાં જણાવ્યું હતું કે આ બ્રૅન્ડનું લૉન્ચિંગ કંપનીની વ્યૂહરચના અનુસાર સ્વદેશી ભારતીય બ્રૅન્ડ્સને પ્રમોટ કરવા માટે હતું, જે માત્ર સમૃદ્ધ વારસો ધરાવે છે, એટલું જ નહીં, ભારતીય ગ્રાહકો સાથે ઊંડા મૂળના જોડાણને પણ ગૌરવ આપે છે.
કંપનીએ જણાવ્યું હતું કે આંધ્ર પ્રદેશ અને તેલંગણથી શરૂ કરીને સમગ્ર ભારતમાં એના ઠંડાં પીણાંના પોર્ટફોલિયોનું રોલ-આઉટ, પોષણક્ષમ ભાવે ઉચ્ચ ગુણવત્તાની પ્રોડક્ટ્સ દ્વારા ભારતીય ગ્રાહકોને મૂલ્ય અને પસંદગીની ઑફર કરવાના કંપનીના એકંદર વિઝન સાથે જોડાયેલું છે.